________________
ભૂમિકા : ૧૯ પણું નિશ્ચિત થઈ શકતું નથી. ગામનામ પલાશક સંઘતિલકસૂરિની કૃતિ સાથે સંબંધ બતાવે, પણ ત્રીજી-ચોથી બને રાતે રાજ શું બને છે તે જોવા ઊભે રહે છે તે વૃત્તાંત દેવચંદ્રસૂરિની કૃતિ સાથે મળતાપણું બતાવે છે. તો વળી, આરામશોભાને પૂર્વભવ કહેનાર વીરભદ્રસૂરિ, કુલધરની એક પુત્રીનું શ્રીને સ્થાને અકાતરા નામ અને ઉજજયિની નામનો અનુલેખ આ કૃતિને પરંપરાથી થોડી જુદી તારવે છે.
કૃતિમાં એક નવો કથાંશ છે – જિનાલયનું જે ઉદ્યાન સુકાઈ ગયું તે રાજાએ પૂજાથે આપેલું હતું, એમને હું શું જવાબ આપીશ એની ચિંતા માણિભદ્ર કરે છે. એક સ્પષ્ટતા પણ છે. વિદ્યુ...ભાને અપરમા આવે છે તે પછી લૂખું સૂકું ખાવા વગેરેનું દુઃખ વેઠતાં એનાં બાર વરસ ગયાં ત્યારે નાગકુમારને ભેટો થયો એવું નિરૂપણ આ પૂર્વે સઘળે થયેલું છે, જેનો અર્થ એ પણ થાય કે એને ૮+૧૨=૨૦ વર્ષ થયાં છે. શુભવધન આ સ્થળે વિદ્યુ—ભા બાર વર્ષની થઈ એમ કહે છે. આનો અર્થ એમ થાય કે અપરમાનું દુઃખ એણે ચાર વર્ષ વેઠયું. એ સમયની સમાજસ્થિતિ જોતાં આ કદાચ વધારે વાસ્તવિક હોય.
કૃતિમાં મુખ્યત્વે કથાકથન છે. વર્ણનો ઓછાં, સંક્ષિપ્ત અને સાદી રીતે થયેલાં છે – નગરશોભા વર્ણન ને વાસભવનવર્ણન છે જ નહીં, છત્રયવર્ણન
સ્વ૯૫ અને પડાવવન પણ નાનકડું. જનસ્વભાવને પણ વિશેષ સ્કુટ કર્યા નથી. અલંકારશોભા ખડી કરી નથી, સુભાષિતદષ્ટાંતાદિક વારંવાર ગૂંથ્યાં નથી ને શબ્દશોભા તરફ પણ કવિનું લક્ષ નથી.
આમ છતાં કવચિત કઈક રેખા નવી મળે છે. જેમકે સુખશીલા અપરમા પગ પર પગ ચડાવીને બેસે છે એમ કવિ વર્ણવે છે. કવચિત કવિ નવું સુભાષિત ગૂંથે છે. જેમકે વિદ્યુપ્રભાની માતાનું મૃત્યુ થતાં કવિ કહે છે – બાળકને માતાનું મરણ, યૌવનારંભે પત્નીનું મરણ, વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ એ ત્રણે ભારે દુઃખજનક છે. કવચિત તળપદાં એઠાંને ઉપયોગ થયો છે. જેમકે આરામશોભાને માટે ઉપહાર લઈ જવાની વાત આવતાં અગ્નિશર્મા કહે છે કે કપૂરે કોગળા કરતી હોય તેને માટે આનો શો અર્થ? કૃત્રિમ આરામશોભા પાસેથી ઈષ્ટ સુખ મળતું નથી તેથી રાજા વિચારે છે કે ચાળાથી શું ઘેબર બને? (આ ઉક્તિઓ પછીથી ગુજરાતી કૃતિઓમાં પણ જોવા મળે છે.)
કવિનાં બે ખાસ વલણે તારવી શકાય છે. એક, એ વ્યક્તિનામોને અથ કરી એનું ઔચિત્ય સૂચવે છે. જેમકે, વિધુત્રભાની મા પરપુરુષ પ્રત્યે અગ્નિની આંચ જેવી છે તેથી એનું નામ જવલનશિખા. વિદ્યુપ્રભાની દડદીપ્તિ વિદ્યુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org