________________
૧૮ : આરામશોભા રાસમાળા
શકતા નથી. પુત્રદર્શન સંસારમાં સૌથી અભીષ્ટ છે એમ બતાવતા પૌરાણિક દાખલાઓ કવિ આપે છે અને એક સુભાષિત રજૂ કરે છે – જગતમાં ચંદન શીતળ ગણાય છે, એનાથી ચંદ્ર વધુ શીતળ છે અને ચંદ્રથીય વધુ શીતળ છે પુત્રાલિંગન.
ભિક્ષાને પ્રસંગે ઉપસ્થિત થતાં પતિ પત્નીને કર્મવિચાર કરતાં કવિએ બતાવ્યાં છે. કર્મપ્રભાવે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય વગેરેને શું શું કરવું પડે છે (બ્રહ્મા કુંભારની પેઠે ચાકડો ચલાવ્યા કરે છે!) તેના કવિ ત્યાં દાખલા આપે છે અને વસિષ્ઠ જેને લગ્નમુહૂર્ત આપેલું તે રામને પણ વનમાં જવાનું થયું એમ કહી ગ્રહનું નહીં પણ કર્મનું બળ છે એમ બતાવે છે. પણ પછી પતિત્યક્ત કુલધરકન્યાને સંદર્ભે કવિ પુરુષાર્થને નિરવનાશ કરી દેતા વિધિબળનાં ઘણાં દૃષ્ટાંત આપે છે. કેવાં મજાનાં દષ્ટાંતો એમણે ભેગાં કર્યા છે!- વાગુરિકોને પાશ છેદીને, દાવાનળભરેલા વનમાંથી નાસી જઈને, વ્યાધના બાણની સીમા કુદાવી જઈને મૃગલે કૂવામાં જઈ પડ્યો ! ભૂખ્યા કરચલાએ કરંડિયામાં કાણું કર્યું અને એ જઈ પડ્યો ભગ્નાશ સાપના મુખમાં ને એણે કરેલા માગે સાપ બહાર નીકળી ગયો ! વગેરે. કવિએ સંતમહિમાનાં જાણીતાં સુભાષિતે પણ ઉદ્દધૃત કર્યા છે.
કવચિત કવિએ શબ્દચમત્કૃતિ પણ કરી છે. વિધુત્રભાનું પૂર્વ નામ ફેરવીને એને “અપૂર્વ” નામ આપ્યું એમ કહેવામાં “અપૂર્વ” પર શ્લેષ છે – પહેલાં નહતું એવું એટલે કે બીજુ, અને અવનવીન, અસાધારણ. રાજા “આરામશોભયા આરામશોભયા સહ” નગર તરફ ગયો એમ કહેવામાં યમકની રચના છે – “ઉદ્યાન જેની શોભા છે એવી આરામશોભાની સાથે” એવો ત્યાં અથ છે.
એમ કહી શકાય કે જિનહર્ષચરિએ આ કથાને કવિત્વને તેમ લેકભોગ્યતાને છેડે પિતી કે પુટ આપે છે. શુભવધનગણિવિરચિત આરામશોભાથા (ર.ઈ.૧૪:૬)
શુભવધનગણિવિરચિત વધમાનદેશના પ્રકાશિત છે. એમાં પ્રથમ ઉલ્લાસમાં ગાથા ૫૫થી ૩૬૯ સુધી એટલે ૩૧૫ કડીમાં આ કથા છે.
અહીં સમ્યક્ત્વના દષ્ટાંત તરીકે શ્રી મહાવીર સ્વામીએ આનંદ શ્રાવકને આ કથા કહેલી છે. પૂર્વપરંપરાની કોઈ ચોક્કસ કૃતિ સાથે આ કૃતિનું મળતા
૧૨. પ્રથમ ભાગ, વિ. સં.૧૯૮૪, પ્રકા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. એમાં પૃ.૪ થી ૨૪ પર આ કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org