________________
ભૂમિકા : ૯
વિદ્યુપ્રભા તરફનો પ્રણયભાવ, કપટી માતાને કૃત્રિમ કરુણભાવ, આરામશોભાને વાતસલ્યભાવ – આ બધાંને કવિએ લાઘવથી નિર્દેશ કર્યો છે. પણ એક સ્થાને ભાવશબલતાનું એક મર્મસ્પશી: રસિક ચિત્ર મળે છે. પુત્રને રમાડવા રાજમહાલયમાં પહોંચેલી આરામશોભા પલંગ પર પિતાના પતિ અને પિતાની બહેન (જે કપટથી એને સ્થાને ગઈ છે)ને સૂતેલાં જુએ છે. એ વેળા કેવા વિવિધ મનોભાવોની સૃષ્ટિ એના ચિત્તમાં ઊછળે છે!
કંઈક પહેલાંની ક્રીડાના સ્મરણથી ઉદ્દભવેલા કામને લીધે નિપન્ન થયેલા શૃંગારરસથી નિર્ભર બનીને, કંઈક પિતાના પ્રિયતમને આલિંગન આપીને સુતલી ભગિનીને જોઈને ઉત્પન્ન થયેલી ઈર્ષ્યાપૂર્વક, કંઈક માતાના કૂવામાં પોતે ફેંકાયેલી તેના સ્મરણથી ઉદ્દભવેલે ક્રોધ પ્રસરવાથી, કંઈક દીકરાના સ્મરણથી ઉત્પન્ન થયેલા સ્નેહરસપૂર્વક, કંઈક પિતાના સર્વ પરિજનોને જોવાથી જન્મેલા હર્ષની અધિકતાથી... પતિએ છોડી દીધેલી કુલધરકન્યાને પરિતાપ પણ થોડીક તીવ્રતાથી વ્યક્ત થયો છે. એમાં પતિ ઉપર પ્રહારો પણ છે.
મનેભાવને ઈગિત કરતી ચેષ્ટાઓના આલેખનમાં કવિએ ખાસ રસ લીધો નથી. પણ એવા પ્રકારનું એક સરસ ઉદાહરણ મળે છે. બનાવટી આરામશોભાને રાજ ઉદ્યાન વિશે વારંવાર પૂછે છે, ત્યારે એને જવાબ આપવામાં ઘણી અગવડ પડે છે. એ વખતે એના ખૂલેલા – વિસ્ફારિત હોઠને નિદેશ કવિ ખાસ કરે છે. આ સંબ્રાન્ત મનેદશાનું ઇગિત છે – પડી ગયેલા ની જેમ.
કવિએ માત્ર કથાકથનથી ચલાવ્યું નથી, સંવાદોને પણ ઉપયોગ કર્યો છે પણ તે ખપ પૂરતો. પરંતુ જિતશત્રુના નગરપ્રવેશ વખતે કવિએ યુવાન, વૃદ્ધ, બાળ, સ્ત્રીઓ વગેરે સર્વ પ્રજાવર્ગોના આ અભુતરસિક ઘટનાથી ઉદ્ભવેલા વિવિધ વિચારે તરંગોને વાચા આપી છે તે મનોરંજક બને છે. એ એક પ્રકારનાં સ્વભાવચિત્ર પણ બને છે.
વર્ણનસ્થાને અહીં ઘણું છે– સ્થલાશ્રય, વિદ્યુભાનું દેહસૌન્દર્ય, નાગકુમારને દેખાવ, ઉદ્યાન, પડાવ, નગરશોભા, ભગિનીની દેહાકૃતિ, વાસભવન, ત્રિછત્ર વગેરે – ને કવિએ એનો કેટલોક લાભ પણ લીધા છે. પણ વણને મોટે ભાગે ગુણલક્ષણસૂચિ જેવા છે. એની વીગતોથી એ પ્રભાવક પણ બને છે – જેમકે વાસભવનનું વર્ણન. એમાં રાજવૈભવી ઠાઠ બરાબર ઊપસ્યો છે. કવચિત વણમાં ઉપમાદિ અલંકારો ગૂંથાય છે. પણ પ્રૌઢ અલંકારછટાથી થયેલું સ્થલાશ્રય(જે મહાગ્રામ છે)નું વર્ણન એ પ્રકારનું એકમાત્ર વર્ણન છે.
કવિના અલંકારો બહુધા પરંપરાગત છે. “દર્ભગ્રમાં લાગેલા જલબિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org