________________
૮ : આરામશોભા રાસમાળા
૬. ધાર્યું કરાવવા ત્રાગાનો આશ્રય લેવાય છે. ૭. બ્રહ્મહત્યાનું પાપ રાજાને રૂઢિભંગ કરવા પ્રેરે એટલું મોટું ગણાય છે.
૮. રાજરાણીને માટે એઝલની પ્રથા છે. એ સૂર્યને ન જોઈ શકે. બ્રાહ્મણપિતાને ઘેર પણું ન જઈ શકે.
૯. પુત્રીને ખાવાપીવાનું મોકલવાની રૂઢિ છે. ૧૦. લાડુ, સૂતરફેણ, માંડા એ ત્રણ મીઠાઈઓ અહીં ઉલ્લેખાય છે.
૧૧. રાજકુલમાં રાજાનું આધિપત્ય છે. મીઠાઈનું માટલું રાજા દષ્ટિ કરે પછી ઉઘાડાય છે.
૧૨. રાજાના ખાદ્ય પદાર્થો પહેલાં પરીક્ષા માટે ચારપક્ષીને બતાવવામાં આવે છે. પછી રાજ ખાય છે. (ઝેરવાળું અન્ન હોય તો ચકારપક્ષીની આંખ રાતી થઈ જાય એમ કહેવાય છે.)
૧૩. પહેલી પ્રસૂતિ પિયરમાં થાય એવો રિવાજ છે.
૧૪. રાજકુલમાં સંતાનનાં સંભાળ અને ઉછેર ધાત્રી માતાઓ પાસે છે. રાત્રે પણ એ એમની પાસે રહે છે.
૧૫. દેશપાર કરવા, નાકકાન કાપવા – એ પ્રકારની શિક્ષા અસ્તિત્વમાં છે.
૧૬. કુલધરકન્યાનું વૃત્તાંત બતાવે છે કે વધુ પુત્રીઓ હેવી એ ઈષ્ટ લેખાતું નથી. વધુ પુત્રીઓ થતાં છેલ્લી પુત્રીને માતપિતાનો સ્નેહ ન મળે એવું પણ બને છે.
૧૭. સંદેશાવ્યવહાર અંગત માણસો મોકલીને કરવામાં આવે છે.
આરામશોભાનું કથાનક અહીં એક દષ્ટાંતકથાનક છે – અનેક કથાનકો માંહેનું એક. એમાં કવિને નિરૂપણની મોકળાશ ન સાંપડે. મનુષ્યના ભાવ સ્વભાવનાં વિગતે વર્ણન કવિએ કર્યા નથી, પરંતુ મનુષ્યસ્વભાવના લાક્ષણિક નમૂનાઓ આપણી નજરે ચડ્યા વિના રહેતા નથી. અશિર્મા સ્ત્રીની બુદ્ધિથી ચાલતે ળિયે બ્રાહ્મણ છે. એની બીજી પત્ની મૂળ સ્વભાવે સુખવાદી છે પણ એને પુત્રી જમ્યા પછી પુત્રીના સ્વાથે એનામાં કપટ જાગે છે. આરામશોભા સરલ, મૃદુ, વિવેકી, સૌજન્યશીલ સ્ત્રી છે. પતિને અસાધારણ સ્નેહાદર એ પ્રાપ્ત કરે છે. પૂર્વભવની કુલધરકન્યા પણ નરમ સ્વભાવની, કામગરી, સૌનાં દિલ જીતી લેનારી અને ધર્મનિષ્ઠ છે.નંદન ગરીબ પણ અભિમાની, ને ગરીબાઈને કારણે ક્ષુદ્ર મનને છે.
આ કૃતિમાં ભાવવર્ણનની તક આપે એવાં સ્થાને છે જ. જિતશત્રુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org