________________
ભૂમિકા : ૭ રાખ્યું એ ઘટના અસ્વાભાવિક છે. ગામલેકને પણ કશો પ્રશ્ન થતો નથી.
આ નાંધવાનું કારણ એ છે કે પછીના કથાકારો કેટલીક વાર આવી બાબતોના ખુલાસા યોજતા હોય છે કે હકીકતમાં ફેરફાર પણ કરતા હોય છે. આરામશોભાની કથા પરંપરામાં આવું કંઈ બને છે કે કેમ તે હવે પછી આપણે જોઈશું.
દેવચંદ્રસૂરિના આ કથાનકમાં કેટલીક બાબતો ઉચિત ખુલાસા સાથે મૂકવામાં આવી છે તેની પણ નોંધ લેવી જોઈએ?
૧. જે નાગ ખરેખર દેવ છે અને વિદ્યુ—ભા પર આવી કૃપા કરી શકે છે તે ગાડિકોથી તો નાસે છે. આનું કારણ નાગદેવ પોતે એમ બતાવે છે કે પોતે નાગકુમારના દેહમાં રહેલા હેઈને મંત્રદેવતાની આણ લેપવા શક્તિમાન નથી. ગારુડકો એને જુએ તો ગરુડમંત્રથી એને પકડી જ શકે.
૨. વિધુત્રભાની સાથે હરતું ફરતું ઉદ્યાન જોઈને મંત્રીને પહેલાં વહેમ જાય છે કે એ દેવતા તો નહીં હોય! પણ પછી એ જુએ છે કે આ સ્ત્રીએ તો આંખો ચોળી હતી. દેવેને તો આંખના પલકારા જ ન હોય. આ પરથી આ સ્ત્રી દેવતા ન હોઈ શકે એની એને ખાતરી થાય છે.
આરામશોભાની આ કથામાં સામાજિક ઈતિહાસની દષ્ટિએ કેટલાક રસપ્રદ અંશો છે તે પણ જોઈએ?
૧. અગ્નિશર્મા વેદપાઠી બ્રાહ્મણ છે, પણ એને ઘેર ગોધન છે – ગાયો એકથી વધુ છે – અને એની પુત્રી જ ગાયો ચરાવવા વગડામાં જાય છે. જૂના સમયના બ્રાહ્મણકુટુંબનું આ લાક્ષણિક ચિત્ર છે.
૨. વિધુર અગ્નિશર્મા ફરીને પરણે છે અને એની પ્રેરણું પુત્રી જ આપે છે. એટલે પુરુષને માટે ફરી પરણવું એ એ સમાજમાં બિલકુલ અસ્વાભાવિક ગણાતું નથી.
૩. જિતશત્રુ આરામશોભાથી આકર્ષાઈ એને પરણે છે ને એમાં સૌની સંમતિ હોય છે. રાજ બ્રાહ્મણકન્યાને પરણે એમાં બાધ ગણાતા નથી અને રાજાને પસંદ પડેલી કન્યા આપવામાં ગૌરવ ગણાય છે.
૪. પુત્રીના લગ્નને નિર્ણય પિતા જ લે છે.
૫. રાજાને માટે મંત્રી એ ખરેખર સલાહ લેવા યોગ્ય – સાથ લેવા યોગ્ય વ્યક્તિ છે. આરામશોભા સાથેના લગ્નમાં મંત્રી સહાયભૂત થાય છે તે ઉપરાંત અશિર્મા જ્યારે બ્રહ્મહત્યા આપવા તૈયાર થાય છે ત્યારે રાજા મંત્રીનું સમર્થન લઈને આરામશોભાને પિયર મોકલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org