SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ : આરામશોભા રાસમાળા ૧. પૂર્વભવમાં નિભંગી સ્ત્રીએ પિતાગ્રહે કશું ધર્મકાર્ય કર્યું નહોતું તેથી બીજા ભવમાં એને અપરમાના આશ્રયવાળી દુઃખી કન્યાને અવતાર મળે. . 1. ૨. પૂર્વભવમાં એ માણિભદ્ર શેઠને મદદરૂપ થઈ હતી તેથી આ ભવમાં એ એને નાગકુમારને રૂપે સહાય કરનાર તરીકે મળ્યો. . ૩. પૂર્વભવમાં એણે પાછળથી જિનદેવભક્તિ કરેલી તેથી આ ભવમાં એને પાછળથી રાજ્યનું સુખ મળ્યું. ૪. પૂર્વભવમાં એણે જિનદેવને ત્રિછત્ર ધરાવેલું અને સૂકી વાડીને નવપલવિત કરેલી તે બન્નેને પરિણામે એને આ ભવમાં પોતાને માથે છવાયેલું ઉદ્યાન મળ્યું. જોઈ શકાય છે કે બંને ભવનાં વૃત્તાંતોના ઘણા અંશોનો તાળો મેળવવામાં આવ્યો નથી. પૂર્વભવ મુખ્યાંશ પૂરતે જ વર્તમાન ભવને લાગુ પડે છે. એનું પ્રયજન મર્યાદિત છે. આ એક દષ્ટાંતકથા - ધર્મકથા છે. એને વાસ્તવિકતાની દૃષ્ટિએ જોવાની ન હોય. તેમ છતાં એ રીતે વિચારીએ ત્યારે કેટલીક બાબતો ધ્યાન ખેંચ્યા વિના ન રહેઃ ૧. એ સમયની કથામાં આપણે ચમત્કારને સ્વીકારી લઈએ પરંતુ અહીં નાગદેવતા આરામશોભાને એના છેલ્લા સંકટ વખતે આશ્રય આપે છે, પરંતુ એના એ સંકટને નિવારી શકતા નથી તેમજ આરામશોભાને પતિ સાથે મેળવી આપી શકતા નથી. . . ૨. આઠ વરસની ઉંમરે વિદ્યુભાએ માતાને ગુમાવી. તે પછી બાર વરસ એણે દુઃખમાં ગાળ્યા પછી એને જિતશત્રુ રાજાએ જોઈ. એટલે કે વીસ વરસની ઉંમરે આ ઘટના બની. એ સમયમાં આ ઉંમર એક કન્યા માટે કદાચ મોટી ઉંમર કહેવાય. અપરમાનું દુઃખ વેઠતાં એ બાર વરસની થઈ એમ અભિપ્રેત હોય તો એ સ્વાભાવિક ગણાય. : : ૩. આરામશોભાનાં લગ્ન પછી અપરમાને દીકરી જન્મી. એ યુવાનવયે પહોંચી, પછી અપરમા આરામશોભાને પહેલી વાર ભાતું મે કલવાનું વિચારે છે. એટલે કે લગભગ બારેક વર્ષ પછી. આ દેખીતી રીતે અસ્વાભાવિક છે. આરામશોભા પહેલી વાર સગર્ભા પણ આ વેળા બને છે. એ પણ સામાન્ય રીતે ઘણું મોડું કહેવાય. . . . ૪. અપરમાને દીકરી જન્મેલી, એ દીકરીને એણે ભેંયરામાં સંતાડી રાખી – આ બધું આરામશોભાથી છાનું રહી ગયું એટલું જ નહીં પિતાએ પણ છાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy