________________
૧૦ : આરામભા રાસમાળા
જે સંસાર” એ પરંપરાગત પણ બળવાન ઉપમા છે. “પાણી ભરેલાં તાજે વાદળ જેવા સુંદર ધીર ગંભીર સત્વવાળા અવાજથી”માં પરંપરાગત ઉપમાને એક રમણીય ચિત્રમાં પલટાવી છે. “કૂતરું કરડે તો સામું કરડાય?” એ તળપદુ દષ્ટાંત ગમી જાય એવું છે. પણ કવિની અલંકારશક્તિ પ્રગટ થાય છે સ્થલાશ્રયના વનમાં. ત્યાં શલેષને અત્યંત ક્ષમતાભર્યો વિનિયોગ છે. કલેષ સાથે જોડાયેલ ઉપમા અલંકારની ત્યાં હારમાળા છે. એ રીતે એ સંસૃષ્ટિ અલંકારનું દષ્ટાંત બને છે.
દેવચંદ્રસૂરિએ આપેલા આ સર્વપ્રથમ કથાનકને ને ભાવ-વર્ણન-જગતને પછીથી કેવા નવા વળાંકે ને રંગે મળે છે તે હવે પછી આપણે જોઈશું. વિનયચંદ્રસૂરિવિરચિત આરામભાથા (ર.ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ)
મુનિસુવ્રતસ્વામિચરિત' પ્રકાશિત છે. કૃતિને રચના સમય પ્રાપ્ત નથી, પણ કવિની અન્ય કૃતિઓ સં.૧૩૨૫ (ઈ.૧૨૬૯) અને સં.૧૩૪૫ (ઈ.૧૨૮૯)ની મળે છે. સંસ્કૃત પદ્યબદ્ધ આ કૃતિના બીજ સર્ગમાં કલેક ૭૪૧થી ૧૦૫૯ સુધી આરામશોભાકથા છે. એટલે ૩૧૯ કડીની આ રચના છે.
કથાતત્વની દષ્ટિએ કૃતિ દેવચન્દ્રસૂરિની કૃતિથી છેડો ફરક બતાવે છે. એવાં કેટલાંક સ્થાને નીચે મુજબ છેઃ
૧. અહીં દેશનામ કુસદ્ધ છે, ગામનામ સ્થળાશય છે, નંદનના પિતાનું નામ નંદ નહીં પણ ગણેન્દ્રભૂતિ છે, વસંતદેવના નામનો ઉલ્લેખ નથી અને ઉદ્યાનપાલકનું નામ પાલક આપવામાં આવ્યું છે.
૨. લાશય પર્વતની તળેટીની નજીક આવેલ છે, એની આજુબાજુ ઘાસ, પણ નથી, એ મરુસ્થલ જેવો પ્રદેશ છે, ઊષરક્ષેત્ર છે એમ કહેવામાં આવ્યું છે. તથી વિદ્યુ—ભા પછી સૂતેલી બતાવાઈ છે તે પણ તૃણ વગરના પ્રદેશમાં.
૩. વિદ્યુપ્રભાનો પિતા વિભવથી એટલેકે પૈસાથી બીજી પત્ની લાવ્યા એમ કવિ કહે છે અને નિરીક્ષણ કરે છે કે સ્ત્રીઓ ધનને જ વશ હેય છે.. સમાજચિત્રણની દષ્ટિએ આ નોંધપાત્ર ઉમેરણ છે.
૪. વિદ્યુ—ભા દેવતા હોવાને ભ્રમ થાય અને પછી શરીરની નિશાનીઓ પરથી એમ ન હોવાની ખાતરી થાય એવી વાત અહીં નથી.
૫. ગાયો ભડકીને નાઠી એમ નહીં, પણ વિદ્યુ—ભા સૈન્યના પડાવને જોઈને ગાયોને લઈને નાઠી એમ અહીં વર્ણન છે.
૯. સંપા. વિમવિજયગણિ તથા મુનિ ભાસ્કરવિજય, ૧૫૭, પ્રકા. લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલી, છાણું. એમાં પૃ.૪૬થી ૫૭ પર આરામશોભાથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org