________________
૩૦૦ : આરામશોભા રાસમાળા
૩૧. જંબૂકુમાર : પ્રસિદ્ધ ગણધર ને છેલ્લા કેવળી જંબુસ્વામી. સુધર્માસ્વામીનું વ્યાખ્યાન સાંભળી બ્રહ્મચર્યવ્રત લઈને આવેલા જ બૂકુમાર માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માગે છે, પરંતુ એમને માટે આઠ કન્યાઓ પ્રથમથી - નક્કી કરી રાખેલી હતી. માતપિતાના આગ્રહથી જંબૂકુમાર એ આઠ કન્યાઓને પરણે છે, પણ પિતાને મનાથ એમને પહેલેથી જણાવી દે છે. પરણ્યાની પહેલી રાત્રે જ આ આઠ કન્યાઓ સ્નેહવૃદ્ધિ પામે એવી આઠ કથાઓ જંબૂકમારને કહે છે ને જંબૂકુમાર વૈરાગ્ય પોષક આઠ કથાઓ કહે છે. પાંચ ગેરે સહિત આવેલા પ્રભવ અને આઠે કન્યાઓ સાથે ચારિત્રધર્મની ઉત્તમતા વિશે જબ કુમારને ચર્ચા થાય છે, જેને અંતે જંબૂ કુમાર આઠ પત્નીઓ, એમનાં માતપિતા, પિતાનાં માતપિતા, પ્રભવ અને એના પાંચ સાથીદાર સાથે દીક્ષા લે છે.
- ૩૯૫ : શ્રેણિકની નારી એટલે ચેલણ. એ વૈશાલીના જૈનધર્મી રાજ ચેટકની પુત્રી હતી. શ્રેણિકને પરણ્યા પછી એણે પિતાને ધર્મ ન છોડો અને અનાથ મુનિના પ્રભાવથી શ્રેણિક જૈનધર્મી બને. એક વાર ભગવાન મહાવીરનાં દશને જતાં શિયાળાની કડકડતી ઠંડીમાં એક નિર્ચન્ય મુનિને નિર્વસ્ત્ર અવ
સ્થામાં કાયોત્સર્ગ કરી રહેલા ઈ ચલણાને રાતની વધેલી ઠંડીમાં એમને વિચાર આવ્યો - તે શું કરતા હશે?” શ્રેણિકને આથી એના ચારિત્ર વિશે શંકા થઈ, જેનું મહાવીર ભગવાને નિરસન કર્યું અને ચેલણને સતીત્વની પ્રશંસા કરી. પછીથી ચેલાએ દીક્ષા લઈ મેક્ષગતિ પ્રાપ્ત કરી. કૃષ્ણની નારી એટલે ઋમિણ જણાય છે. જૈન પરંપરામાં એની ગણના સતી શીલવતી સ્ત્રીઓમાં થાય છે ને એણે નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધાનું વૃત્તાંત મળે છે. સમિણું વગેરે આઠ પટરાણુઓએ દીક્ષા લીધાને ઉલ્લેખ પણ મળે છે.
૩૯૬. પરઘર આસ નિવાસ : પારકાની આશાએ જીવવાનું અને પારકાને ઘરે રહેવાનું મધુબિંદુઆ વિલાસ : મધુબિંદુના જે સંસારને સુખોપભોગ. સંસારના સુખની અનિત્યતા અને અસારતા બતાવનારું આ જાણીતું દૃષ્ટાંત છે. વૃક્ષની ડાળે લટકી રહેલા પુરુષના મેમાં વૃક્ષ પરના મધપૂડાનાં મધુબિંદુઓ પડી રહ્યાં છે, જેને એ સ્વાદ લે છે. પણ એની સ્થિતિ કેવી છે! નીચે કૂવો છે જેમાં ચાર સાપ ફૂંફાડા મારી રહ્યા છે, વૃક્ષની ડાળને બે ઉંદર કતરી રહ્યા છે, વૃક્ષના થડને હાથી હલમલાવી રહ્યો છે. આ રૂપકચિત્રમાં વૃક્ષ તે આયુષ્ય છે, કૂવો તે સંસાર છે, ચાર સાપ તે ચાર કષાય છે, બે ઉંદર તે રાત્રિદિવસ છે ને હાથી તે યમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org