SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ રિ૫ણ : ૨૯૯ ભવકૃપમાં પડયા રહ્યા નહીં એમ સમજવું જોઈએ, કેમકે એ સંસારમાં તે રહ્યા હતા. ૩૮૯. ઢઢણુકુમાર : કૃણુવાસુદેવના પુત્ર. એમણે પણ નેમિનાથ ભગવાનના ઉપદેશથી દીક્ષા લીધી હતી. પૂર્વકના અંતરાયથી તમને શુદ્ધ આહાર ન મળતાં, બીજા મુનિઓએ લાવેલો આહાર ન લેવાનો ને પોતાની લબ્ધિથી આહાર ન મેળવે ત્યાં સુધી પારણું નહીં કરવાનો અભિગ્રહ ધાર્યો હતો. આ રીતે છ માસ જાય છે તે પછી કૃષ્ણ કરેલી પ્રશસ્તિથી તેમને શુદ્ધ આહાર મળે છે. ગુરુ ધ્યાન દોરે છે કે આ પોતાની લબ્ધિથી મેળવેલો આહાર ન કહેવાય. આથી એ આહારનું ચૂર્ણ કરી રાખમાં નાખી શુક્લ ધ્યાનમાં રત થયા. આથી તેમને કેવળજ્ઞાન થયું. ૩૯. ચ્યારે પ્રત્યેકબુદ્ધ: પ્રત્યેકબુદ્ધ એટલે અનિત્યાદિ-ભાવનાના કારણરૂપ કઈ એક વસ્તુ દ્વારા પરમાર્થને જેને બંધ થયો હોય તેવા જૈન મુનિ. કરડુ, દ્વિમુખ, નગતિ અને નમિ એ ચાર એક સાથે જ સ્વર્ગમાંથી ચવનાર, સાથે જ દીક્ષા ગ્રહણ કરનાર અને સાથે જ મેક્ષે જનાર ચાર પ્રત્યેકબુદ્ધ છે. (૧) કરકંડુ રાજાએ એક કાળના મહાવીર્યવાન વૃષભની વૃદ્ધાવસ્થા જોઈને વૈરાગ્ય આવતાં, દીક્ષા લીધેલી. (૨) પ્રતાપી દ્વિમુખ રાજાને આગલે દિવસે ઇન્દ્રવજના સ્તંભ તરીકે પૂજાયેલ સ્તંભને બીજે દિવસે વિષ્ટા, મૂત્ર વગેરેથી લીંપાયેલ જોઈને વૈરાગ્ય આવતાં એમણે દીક્ષા લીધેલી. (૩) નામ રાજને એક વાર તાવ આવે ને રાણીએ સુખડ ઘસતી હતી. પત્નીઓના હાથનાં કંકણેને અવાજ એનાથી સહન થતું નથી અને રાણીએ બધાં કંકણ ઉતારી નાખી એક જ રાખે છે ત્યારે શાંતિનો અનુભવ થાય છે. આમાંથી નમિ રાજાને અપરિગ્રહી અને એકાકી સાધુજીવનની ઉત્તમતાને બધા થાય છે ને તે સંયમમાગ સ્વીકારે છે. (૪) વિદ્યાધરની પુત્રી કનકમાળાને પરણેલો રાજા સિંહાથ નગતિ નામ પાપો કેમકે કનકમાળાએ આપેલી. પ્રજ્ઞપ્તિવિદ્યાથી એ વારંવાર પિતાના નગરથી કનકમાળા જ્યાં રહેતી તે પર્વત પર જતોઆવતો. એક વખત માંગલિક માટે એક અદ્દભુત શોભાયુક્ત આઝવૃક્ષની મંજરી તોડીને આગળ ચાલ્યા ને પાછળ સૌ સૈનિકે એ પણ એ આંબાના પત્ર, પલવ ને મંજરી તોડી લઈ એને હૂંઠે કરી નાખ્યો. પાછા ફરતાં રાજાએ આંબાનું આ સ્વરૂપ જોયું ને વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી. કરઠંડુ પિતાના શરીરને ખણવા માટે સળી રાખતા એ અંગે આ ચારે સાધુને એક વખત પરસ્પર ટીકાયુક્ત સંવાદ થયેલે પણ પછી પશ્ચાત્તાપ થતાં એ કાયોત્સર્ગ કરી રહ્યા અને ચારેને છેવટે કેવળજ્ઞાન થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy