SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ : આરામશોભા રાસમાળા નિરૂપણ છે. તેથી અહીં પ્રાપ્ત “સેવઉં” પાઠ સુધારીને “સેવ્યઉં' કરેલ છે. ૩૨૫ : “ભણીને ને'ના અર્થમાં જ ઘટાવવાને રહે. તેથી અર્થે આવે થાય : માણસ માતપિતાને છેડે, પરિવારને છોડે, વહાલાંઓ એટલે સગાંઓને છેડે, પણ પિતાની પત્નીને ન છોડે. આવું ન કરવા જેવું કામ નંદને કર્યું એવો આક્ષેપ છે. ૩ર૬ઃ પત્નીને ભાર ન ઉપાડી શકનાર નંદનને ગળિયા બળદ સાથે સરખાવ્યો છે. ૩૨૭. વારૂ ન કીધી વાતઃ એ વાત સારી ન થઈ, એ તે સારું ૩૨૮. છલ દેખિનઈઃ કપટ વિચારીને, કપટ કરીને – એ અર્થને વિશિષ્ટ પ્રયોગ. ૩૪૬. તમનઈ છઈ એરી લાજ : તમારા હાથમાં મારી લાજ છે. ૩૪૭. વેઠ: “કામકાજ” એવા સામાન્યમાં જ આ શબ્દ સમજવું જોઈએ. ૩૫૮. નિજ મન ગમીયઉ સેક: બીજાને આનંદ આપે છે, પણ પોતાના મનમાં એ શોકગ્રસ્ત છે. ૩૫૯-૬૦ : વાક્ય બે કડીમાં ફેલાય છેઃ કુલધરની દીકરી દેવગૃહમાં આનંદથી ઉપલેપન આદિ ક્રિયા કરે છે. ૩૬૪. સપ્ત: શક્તિથી, સામર્થપૂર્વક એટલે ખૂબ સરસ રીતે. ૩૭૪, વાત કહી નિસિ: રાતની વાત કહી. ૩૮૭. ધનઉ અણુગારઃ ભગવાન મહાવીરના સમયમાં રાજગૃહીમાં વસનાર ધન્ના અત્યંત સમૃદ્ધિવાન હતા. એ આઠ પતનીને પરણ્યા હતા, જેમને છેડીને એમણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. એમના બનેવી શાલિભદ્ર પણ અત્યંત સમૃદ્ધિવાન હતા. એમને ૩૨ પત્નીઓ હતી, જેમને છોડીને એમણે પણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. બન્નેએ પનીઓ છોડી દેવી રીતે દીક્ષા લીધી એની રસિક કથા છે. અહીં ધન્નાને ૩૨ પત્નીઓ હોવાનું દર્શાવ્યું છે તે સરતચૂક ગણાય અથવા ધન્ના-શાલિભદ્રનો ભેગો ઉલ્લેખ અભિપ્રેત હોય. - ૩૮૮. થાવાસુતઃ ભગવાન નેમિનાથના સમયમાં થાવસ્યા એક સાથે વાહની પત્ની હતી. શ્રીમંત ઉપરાંત હોંશિયાર હતી. એને એક જ પુત્ર હતા. તે “થાવાસુત”ના નામથી જ ઉલેખાય છે તેમાં એ માતાને મહિમા રહેલે છે. થાવાપુત્રે પણ ૩૨ પત્નીઓને ત્યાગ કરીને નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હતી. અહીં થાવગ્યાસુત ભવકૃપમાં પડ્યા નહીં એમ કહ્યું છે તે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy