________________
૨૮૬ : આરામશોભા રાસમાળા
જન જેટલા વિસ્તારમાં. ૧૧. રૂપવંત માંહિ સીમા રૂપવંતમાં સામારૂપ, અંતિમ કોટિ, શ્રેષ્ઠ.
૧૨. રૂપસૌભાગ્યગુણિઈ સુભરતિઃ રૂપસૌભાગ્યગુણથી સૌને મંગલ આનંદ ઉપજાવનારી, પ્રિય? માને મરણ : “મરણ” શબ્દ પુંલિગમાં.
૨૦ શ્લોકમાં નિર્દિષ્ટ દષ્ટાંતકથા જાણવા મળી નથી, તેથી એને અર્થ પણ અસ્પષ્ટ રહે છે.
૨૨. કામ બિમણું થયુ: “કામ” પુલિંગમાં. જુઓ કડી ૧૬૯ની ગંધ. ૨૭. નાગકુમાર અધિષ્ઠિત દેહ: નાગકુમારના દેહમાં અધિઠિત. ૩૦. હું...અપાર : નાગના દેહમાં અધિષ્ઠિત દેવ છું.
૩૫. એ...ઘાત: આ તો સ્ત્રીની જાત. બૂમ પાડીને હત્યા કરાવ્યા વિના ન રહે, એટલે નાગ અહીં નથી.
૩૮. માગ વર મેટ મંડાણ: મેટી તૈયારી કરીને વર માગ. એટલેકે મોટું, મહત્વનું વરદાન માગ.
૪૧. લેગ નીલાડિ હેયઃ લલાટે લખ્યું હોય તે ભોગવવાનું હોય છે.
૪૪. વ... આરામ: દેવે મનમાં વિચારીને એના મસ્તક ઉપર રહેતું ઉદ્યાન આપ્યું. મૂળમાં વાકય અછડતું રહી ગયું છે.
૫૩. જિમ છુટ ભવબંધ: જેનાથી સંસારના બંધનમાંથી તમે છૂટ.
૬૫: એ બિંબ જેવા હોઠવાળી, પૂર્ણ ચંદ્ર જેવા વદનવાળી ને ભમરાઓની હાર જેવા વાળવાળી બાળા ડાબા હાથથી અત્યંત વિરલ કુસુમોવાળા કેશભારને બાંધે છે, જમણા હાથે સરી પડેલા ઉત્તરીયને અને કામદેવના ગુણ ધરાવતી મેખલાને બાંધે છે, તાંબૂલ યૂકે છે તથા હસતે મુખે મરૂતદેવને પ્રાથે છે.
૬૬. મન રાજાનો લહુ: “મન” પુલિંગમાં. જુએ કડી ૧૬૦ની નોંધ.
૭૪. આલેની વાંસે કરી? ચોરી કે મંડપના લીલા વાંસ. જાણે... ભાણઃ જાણે પૃથ્વી પર સૂર્ય પ્રગટ થયે હેય એવી શોભા થઈ.
૭૯-૮૦ : રાજાના સત્કારમાં થતી ક્રિયાઓનું આલેખન છે પણ અસ્પષ્ટ છે. ૮૧ : વેશ્યા સામે મળવી તે પ્રાચીન પરંપરામાં શુકન ગણાતું.
૮રઃ આ શુકન અવિચલ રહે એમ વિચારીને રાજ શકુનગાંઠ બાંધીને ચાલે છે. શકુનગાંઠ એટલે પ્રાપ્ત શકુન ચાલ્યા ન જાય તે માટે એને બાંધી લેવા માટે વસ્ત્રને છેડે બાંધવામાં આવતી ગાંઠ. આ પ્રાચીન લેકરૂઢિ છે.
૮૪. હરિનઈ દેહરા ગાગરિ ગલઇઃ “હરિને સ્થાને હર” હોય તે જળાધારીનું વર્ણન અહીં છે એમ કહેવાય. પરંતુ રાજાના નગરપ્રવેશના ઉત્સવ સાથે એને શું સંબંધ તે સ્પષ્ટ થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org