________________
પ્રશ્નવ્યાકરણ, વિપાક – એ અંગ કે આગમગ્ર થા.
-
૨૬૭, ગાયત્રઃ ગૌતમ સ્વામી – મહાવીરના પહેલા ગણધર. ૨૬૮. દીન-૬ની-ાંતશાહઃ ધાર્મિક લકાના અગ્રણી. ૨૬૯. હતહ વારઃ સપ્તાહમાં એક દિવસ અમારિ (જીવહત્યા ન કરવાની ઘેાષણા) પ્રવર્તાવી -- સધળી જમીન પર, અને પાણીમાં જળચર જીવો માટે. ૪. પૂજાઋષિવિરચિત આરામશેાભાચરિત્ર
વિષણુ : ૨૮૫
૫. ઇણ...સમાન : દેવ, ગુરુ અને ધર્મની આરાધના આ ભવમાં અને પરભવમાં મિત્ર સમાન છે એટલેકે સાથ આપે છે, સહાયરૂપ થાય છે. ૬-૭-૮: મૂળમાં એ કડી હતી તે અહીં ત્રણ થઈ છે, કેમકે એ ૫ક્તિએ પડી ગયેલી માની છે. આમ માનવાનાં બે કારણ છે. એક, સંબંધ' અને દીધ' તથા કીધ' અને 'તાંમ'ના પ્રાસ મળતા નથી, વચ્ચેના દીધ' અને ધના ચેાખ્ખા પ્રાસ મળે છે. વળી પુણ્યના પ્રભાવના નિર્દેશ પછી તરત સુર આવી સાંનિધ કરઇ, રાજધિ વલી દીધ' એમ પ ́ક્તિ આવે છે તે ઉભડક લાગે છે. આ આરામશાભાના જીવનની ઘટનાએ છે એટલે તેનું નામ તે પૂર્વે આવેલું હાવું જોઈએ. તેહ થકી તિણિ પામીય, આરામશાભા નાંમ' એ પંક્તિ પણ એની પહેલાં ‘આરામશાભા' નામ પડવાનું કારણ કહેવામાં આવે એની અપેક્ષા રાખે છે. આ બધું ખ્યાલમાં રાખીને આપણે પડી ગયેલી ૫ક્તિઓની આવી કંઈક કલ્પના કરી શકીએ છઠ્ઠી કડીની ખીજી પંક્તિ – વિપ્રસુતાન ઇહાં કિષ્ણુ, સુણિ ઉદાર પ્રબંધ'; આઠમી કડીની પહેલી પ`ક્તિ – વિપ્રસુતા નિજ મસ્તકિ સદા વહેંઇ આરામ.'
-
આ કૃતિ જૈન હઠીસિંગ સરસ્વતી સભા દ્વારા પ્રકાશિત થઈ છે તેમાં પડી ગયેલી પ`ક્તિએ આ પ્રમાણે કલ્પવામાં આવી છે: છઠ્ઠી કડીની પહેલી પ"ક્તિ – લીલાલચ્છી અતિ ભ્રૂણી, ધ ઇ લઇ સુખકંદ'; આઠમી કડીની પહેલી પક્તિ – પૂરવ સંચય પુન્યનઉ, ઉદય હુએ અભિરામ.' જોઈ શકાય છે કે આ ક કષિત પૂર્તિમાં અથ સંબંધ યોગ્ય રીતે રચાતા નથી અને તેથી એ અસતાષકારક છે. ૭. પ્રભાવનાઃ માહાત્મ્ય, ગૌરવ. જૈન સંપ્રદાયમાં ધર્મીનું માહાત્મ્ય વધારવા માટે વ્યાખ્યાનાદિક પ્રસંગે લહાણી કરવામાં આવતી હેાય છે તેને પણ પ્રભાવના' કહેવામાં આવે છે. અહીં પ્રભાવના તથા સામીવાત્સલ્ય કર્યાં એમ અભિપ્રેત હૈાય કે પ્રભાવના અર્થે સાહમીવાત્સલ્ય કર્યા' એમ પણ અભિપ્રેત હાય. પ્રભાવના વિશેના શાસ્ત્રવિચાર માટે જુઓ જિનતત્ત્વ' ભા.ર પૃ.૧૮-૩૫. સાહમીવત્સલ : જુઆ ૩.૨૩૭ પરની નેાંધ.
૧૦. ગામ થલાાય વસઈ : સ્થલાશ્રય ગામ વસેલું છે. ોજન પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org