SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ: ૨૮૦ ૮૬. પરભવનું પુન્ય રાણી પામી જેહ રત્ન: રાજા રન જેવી રાણી પામ્યો તે પરભવનું પુણ્ય : દાન સીલ ત૫ ભાવ : દાન, શીલ, તપ અને ભાવ એટલે કે મનની શુભ ભાવના – એ ચાર મોક્ષગતિનાં સાધક તત્ત ગણાય છે. ૯૦. મેઘાડંબર કીધઉ છત્ર: વને મેઘાડંબર જેવું છત્ર કર્યું છે. ૫. કમલવાસિની દેવિ : લક્ષ્મી. લક્ષમી જેવી રૂપશોભા થઈ એ તા૫ય છે. ૯૮: (અનુક્રમે) તૃણ, જલ અને સંતોષથી જેમને વ્યવહાર ચાલે છે તે મૃગ, મીન અને સજજનેના પણ આ જગતમાં પારધી, માછીમાર અને દુજન એ નિષ્કારણ વેરીઓ છે. ૧૦૧ કપૂરે કેગળા કરવા એ સમૃદ્ધિની નિશાની. ૧૦૨. પીહરની...તહ? ત્યાં કંઈ ઓછપ નથી, પરંતુ પિયર પાસે અભિલાષા રાખે જ.. ૧૦. દ્રવ્યો મેલીઃ મેલી એટલે મેળવી, ભેગું કરી. “ગ”ને અર્થ પણ એ જ થાય. તેથી દ્રવ્યોગ મેલી' એ અથરની પુનરુક્તિવાળો પ્રયોગ છે. ૧૩૪. કુમારી હિવ આણનઈ કમિઃ પુત્રીના આણું માટે. ૧૩૭. બાંભણ-આચાર: બ્રહ્મહઠ, ત્રાગું. ૧૪૦. વધામણી દીધી કેતલઈઃ કેટલી – ઘણુબધી વધામણ આપી? કે ખરે પાઠ “તેતલઈ? જુઓ કડી ૧૫ર. ૧૪૬. સુધ નીર તુજ પીવા કાજિ: તને ચેમ્બુ પાણું પીવા મળે તેથી આ કૂવો ખોદાવ્યું છે એમ આખું વાક્ય સમજવું જોઈએ. ૧૫૧, મુઝ માતા મસઇ: એ મારી માતા છે તે કારણે કોપ ન કરે એમ આખું વાકયે સમજવું જોઈએ. ૧૫૩. નયન રૂ૫ લાવન નહી સકા: એ નયન, એ રૂ૫, એ લાવણ્યા નથી એવી શંકા થઈ. ૧૫૫. કિઈ બાધા કઇ ચિત્ત નહી ઠામ: અંતરાય આવ્યો છે કે ચિત્ત ઠેકાણે નથી? આરંભે પણ કઈ કે “કિઈ મૂકવાની આ લાક્ષણિક વાયરચના છે, જે આ કૃતિઓમાં અન્યત્ર પણ જોવા મળે છે. ૧૫૧. ભૂત..વલી : ભૂતપ્રેતાદિ કોઈ દુષ્ટ તત્ત્વ વળગ્યું છે. ૧૬૦. રાગ નહી, કારણ પણ નહી : રોગ નથી અને (વળગાડ જેવું) બીજુ કોઈ કારણ પણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy