SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ આરામશેભા રાસમાળા ૧૧. પાભિગમ: ચૈત્યાદિકમાં પ્રવેશ કરવાને વિધિ, દેવગુરુ પાસે જતાં પાળવાના પાંચ નિયમો: ૧. ફૂલફલાદિ સચિત્ત વસ્તુને તજવી, ૨. નાણું, વસ્ત્ર, આભૂષણ આદિ અચિત્ત વસ્તુ ન છાંડવી, ૩. મનની એકાગ્રતા રાખવી, ૪. ઉત્તરાસંગ એકવડું અને બને છેડા સહિત રાખવું એટલે કે ઉપર ઓઢેલા વસ્ત્રને આ રીતે ગોઠવવું, પ. જિનેશ્વરને દૂરથી જોઈ અંજલિબદ્ધ પ્રણામ કરવા અને કહેવું કે “નમો જિણાણું” (જિનદેવોને નમું છું). ૧૬. ચિહું...સુવાસ: વિણા શબ્દને અન્વયમાં બેસાડવો મુશ્કેલ જણાય છે, તેથી ત્રિણ પાઠ કયો છે. એ પાઠ લેતાં આમ અન્વય કરી શકાય ? ચારે દિશામાં જે જન સુધી ડાભ, તરણું અને ખડ છે. સુવાસિત વૃક્ષ ઊગતાં નથી. ડાભ ને ખડ પણ નથી એમ તો ન જ હોઈ શકે, કેમકે પછીથી ૨૮મી કડીમાં વિદ્યુ—ભાને ખડમાં સૂતેલી બતાવી છે. ૨૬. જિમ...એક કહેવત – સે દુઃખ હેય તેમાં પચાસ વધારે. કિમ ...એઃ ભિક્ષાચાર(બ્રાહ્મણના કુળમાં જન્મેલી)ને સુખ ક્યાંથી મળે? ૨૭: હાથી ઉપર ચડીને સોનાને કટોર હાથમાં રાખીને માગ્યાં મોતી મળતાં હોય તોયે જન્મ નિરર્થક, કેમકે એ ભીખ છે. ૩૩. ભૂ...ભાગ : જમીન પર ચાલવા માંડ? ૬૧. બાંભણ પેસ: બ્રાહ્મણ ઘણું શ્રમપૂર્વક મંત્રીની ખૂબ સેવા - આગતાસ્વાગતા કરે છે. ૬૮, આરામસભા તિણિ ગુણઈ તે ગુણને લીધે આરામશોભા (નામ પડયું). આણંદ...મેહ: જેમ મેરના મનને મેઘ આનંદ આપે છે તેમ (આરામશોભા કે એને સાથ) રાજાના મનને ખૂબ આનંદ આપે છે – એમ અન્વય જણાય છે. ૭૪. ઈણિ પર ભવઈ: આ ભવમાં ને પર ભવમાં. ૭૫. ધન...ભૂપઃ આવી નારીને જે ભોગવશે તે રાજાને ધન્ય છે એમ અન્વય કરવાના છે. ૭૭. ગજસિરિ ચામર વીજતાં? હાથી પર બેસીને, ચામર વીંઝાતા હોય એવી રીતે. - ૭૮. ધવલમંગલ ગાઈ જતાં: ધવલમંગલ ગવાતાં હોય એવી રીતે જતાં. ૮૦. દેખી...ચિત્તિ: એ જોઈને તેની માતા પિતાના મનમાં વિવેકપૂર્વક - બુદ્ધિપૂર્વક વિચારે છે એમ બે પંક્તિને ભેગે અન્વય કરવો જોઈએ. ૮૭. વિષમિશ્રિત ઘટમઈ ધરી: “વિષમિશ્રિત' એ “ધટનું વિશેષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy