________________
૨૩૨ : આરામભા રાસમાળા ઢાલ ૪ઃ હ લખલહણ બારટ રાજાજીનઈ રીઝવિનઈ ઘરિ
આયે, એહની. રાગ કાલહરી પાછી આવી કન્યકા રે કાંઈ, ફિરિ આવ્યઉ આરામ રે, ગાઈ વાલી લ્યાવ્યા સહુ રે કાંઈ, અસવારે જઈ તામ રે. મનમેહણગારી રાજાજીનઈ લાગી અતિપ્યારી, મન હરી [૪] લીધ9 રે વિપ્રની સુતા. આંટ
૧ [૬૬] રૂપ અધિક રલીયામણુઉ રે કાંઈ, લાવન્ય અંગ અપાર રે, અતિસય દેખી તેહનઉ રે કાંઈ, રાજા કરઈ વિચાર છે. મ૦ ૨ [૬૭] “રાજકન્યા માહરઈ ઘરે રે કાંઈ, અંગ ધરઈ અલંકાર રે, પિણિ તે નહી ઈણિ સારિખી રે કાંઈ, રૂપકલાગુણધાર રે મ૦ ૩ [૬૮] ગાચારઈ વનમઈ રે કાંઈ, નહી ભેજનનઉ સ્વાદ રે, પહિરણ વસ્ત્ર જિસાતિસા રે કાંઈ, ઉપજાવઈ આહૂલાદ રે.” મ૦ ૪ [૬૯] મધુકર મેહ્ય કેતકી રે કાંઈ, જિમ રેવા ગજરાજ રે, તે કન્યાના રૂપ મ્યું રે કાંઈ, તિમ મેહ્યઉ નરરાજ રે. મ પ [૭૦] તુરત રાજાનઉ મન લખ્યઉ રે કાંઈ મંત્રી બુદ્ધિનિધાન રે, “છઈ તું અજી કુમારિકા રે કાંઈ, કઈ પરણી ગુણવાન રે મ૦ ૬ [૭૧] વર કરિ વરવર્ણિની રે, એ જિતશત્રુ ભૂપાલ રે,” લજજાનન નીચઉ કરી રે કઈ, કહઈ કુમારી બાલ રે. મ૦ ૭ [૭૨] તે કહઈ, “ઈણિ ગામઈ વસઈ રે કાંઈ, બ્રાહ્મણ માહરઉ તાત રે, અગ્નિસર્મા જાણઈ સહ રે કાંઈ, હું જાણું નહી વાત રે. સ. ૮ [૭૩]. છેરૂ પરણવઈ પિતા રે કાંઈ, સુંદર વરઘર જોઈ રે, ભાગ્ય પ્રમાણઈ તે પછઈ રે કાંઈ, સુખીયા દુખીયા હાઈ રે.” મ૦૯ [૭૪] વયણ સુણાવ્યા એહવા રે કાંઈ, કન્યા કે કિલવાણિ રે, રાજા રીઝયઉ સાંભલી રે કાંઈ, એ તઉ ગુણની ખાણિ રે. મ. ૧૦ [૭] વય નહી પિણિ ગુણ વડા રે કાંઈ, ગુણ લહઈ આદરમાન રે, ગુણવંતાનઈ જિહાં તિહાં રે કાંઈ, થાયઈ સહુ આસાન રે. મ. ૧૧ [૭૬) નૃપ-આજ્ઞા લેઈ કરી રે કઈ, સચિવ ગયઉ દ્વિજગહ રે, આવી બ્રહ્મસુતા ઘરે રે કાંઈ, ગોધન સાથ કરે છે. મ. ૧૨ [૭૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org