________________
૧૬૨ : આરામભા રાસમાળા વિધુતપ્રભા બેટી સુવિનીત, રૂપસેભાગ્યગુણિઈ સુભરતિ, વરસ આઠની થઈ જેતલઈ, મને મરણ હૃઓ તેતલઈ. ઘરિનાં કામ બેટી તે કરઈ, ગાઈ દૂહઈ નઈ રસેઈ કરઈ, બાપ જિમાડી પિતઈ જિમઈ, ગાઈ ચારિનઈ સીમઈ રમઈ. ૧૩ સાંઝ સમઈ વલી આવઈ ઘરિઇ, વાલુની તિહાં ગે[૧ખવડ કરઈ, દોહી ગઈ નઈ નિદ્રા કરઈ, પ્રભાતિ ઊઠી સીમઈ સંચરઈ. ૧૪ ઈમ કરતાં દિન કેતા ગયા, કામ ઘણુઉં નઈ બાલકવિયા, થાકી કામ થકી તે બાલ, તાત પ્રતિઈ બલઈ તતકાલ. બેટી બલઈ, “નિસણું તાત, હિવઈ પરણું તુહે બીજી માત, કામકાજ કરઈ તે ભણી, જિમ સુખણી થાઉં હું ઘણું.” હીઈ વિમાસી જોયું તાત, “બેટી કહે છઈ રૂડી વાત,” પરણું બાંભણ તણું દીકરી, રૂપવંત નઈ યવનભરી. મા દેખી બેટી હરખત હુઈ, મા તુ આલસવંતી ભઈ, વિષયવંત નઈ રામતિ કરઈ, ઘરને ભાર બેટી સરિ ધરઈ. બઈસઈ પગ ઊપરિ પગ ધરી, સ્નાન વિલેપન ટીલી કરી, વિપ્ર સહિત સુખ ભેગવઈ, ઘરિનુ કામ બેટી જોગવાઈ એટી ઉવાચ :
શ્લેક “અન્યદા ચિંતિત કાર્ય, દેવેન કૃતમન્યથા, રાજકન્યાપ્રસાદેન, ભક્ષકો વ્યાધ્રભક્ષિત .”
બેટી બલઈ, “કરમવસિ, જે સરવું તે હોઈ, મઈ જાણું સુખ પામસું, એ મા મંગેઈ જે. મા તુ એવી સંપની, ઊપરિ વલી ગુટોલ, ઘરિ કામ બિમણું થયુ, પિતા ન કરાવઈ મેલ.” વિદ્યુતપ્રભા ઈમ ચિતવઈ, “એ તો નિત અભ્યાસ, આવી દેહિલમ ખંધ ચડી, જિમ સુ તિમ પંચાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org