________________
૧૫
૧૧૬ : આરામશોભા રાસમાળા
અગ્નિશર્મ વાડવ તિહાં વસઈ, અવગુણ તેહનઈ કે નવિ હસઈ, સંધ્યા વાંદઈ ત્રિને કાલ, હરિહર માનઈ હિયઈ દયાલ. ૧૩ કુલવટની નવિ લેપઈ સીમ, ચઉમાસીના પાલઈ નીમ, ઐરિ કષાય કરઇ ખટ્રકર્મ, નિશ્ચલ મન રાખઈ સવિ ધર્મ. તિણિ નામઈ તેહનઈ ઘરિ નારિ, તેહવી અવર ન ઈણિ સંસારિ, રૂપઈ રંભારતિ-અવતારિ, તેહનઈ બેટી સંતિ તિ વારિ. જિણ તાં જાણઈ કરિ વીજલી, ઝલકા કરતી અતિ ઉજલી, ગોરી ગોરી ચંપક વાનિ, વિદ્યપહ વે નામ પ્રધાન. કમિમિ વાધઈ ગુણે વિશાલ, શશિવ[૧ખયણ મુખિ લવઈ રસાલ, તિણિ રીઝવ્યઉ કુડ બઉ સહૂ, પુત્રીના ગુણ લઈ બહૂ જેહવઈ આઠ વરસની થઈ, તેહવઈ તેહને માયડી મુઈ, રેવઈ રીંખાઈ દુખ ન સમાઈ, માઈ તણઉ દુખુ કેમ ખમાઈ. તિણિ હિવ ઝાલ્ય ઘરનું ભાર, કરઈ પિતાની ભગતિ અપાર, પ્રહ ઉગમતી ગાઈ દૂહાઈ, વાસીધઉ કરિ ચારણ જાઈ. આવઈ જેતઈ થાઈ મધ્યાહ, ચૂ©ઉ પતિ કમાવઈ ધાન, તેતઈ પિતા કરઈ જલન્હાણ, દેવ પૂજાવઈ થ્થાઈ ધ્યાન, આસણ માંડઈ ભગતિઈ તિસઈ, જિમતા પિતા સ્થઉ બોલિઈ હસઈ, દેઈ ચલૂ નઈ આપણ જિમઈ, વલિ ચારણે બાહિરિ ભમઈ. ૨૧ આવઈ નિજ ઘરિ સંધ્યાકાલિ, કરિ નિદ્રા ઊઠઈ તતકાલિ, નિતનિત સા ઈસી પરિ કરઈ, અન્ન દિવસ મનિ ચિંતા ધરઈ. ૨૨ “તાત તણુઈ તા હું દીકરી, અગ્નિશર્મ માતા ઉરિ ધરી, ઉણિ જીવંતી સુખિ| હતી, ખિસી હવઈ મુઝ માથા રતી. ૨૩ ઈણિ વેલાં માતાનાં લાડ, કહઉ કિસી ડિવ પડીયઈ ખાડ, મુઝનઈ ઘરનું પડઉ સંતાપ, ઘણઉં ભલઉ છઈ મુઝ સિઉ બાપ. ૨૪ સિરજયઉ મહારઈ એહવઉ થયઉં, એ યૌવન તો અહિલઉ ગયઉં, માહરલે પિતા હિવ હોઈ દેહિલઉં, જઈ પરણઈ તઉ થાઈ ભલઉં.” ૨૫ એક દિવસ પુત્રી કહઈ તાઈ, એકલાં મઈ ઘરકાર ન થાઈ, કિશું પરિ ચારી આવું ગાઈ, પરણુણ ચીંતવિ વિમાસઉ કાઈ.” ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org