________________
૧૦૮ : આરામશોભા રાસમાળા
૧૨
ચઉપઈ નાશિ ભણિ, “તુક્ષે કરુ પસાય, આરામસભા મલવા જાય.” વિષમાદક આપી સુખડી, “વિલંબ મ કર એકઈ ઘડી.” ઘડા માંહિ મેદક ઘાતીયા, વિપ્ર લેઈ મારગિ ચાલીયા, વટછાયા કીધું વિસરામ, નાગ તણું તિહાં છિ ઠામ. નાગિહિ માદક પરિમલ લી, “મુક બેટી એ મારણ કી ઘટ નાખ્યું તેણિ સમુદ્ર મઝારિ, અવર ઠવઉ જે દુર્લભ સંસારિ. ૧૦૦ સંઘકેસરા તે મોદક જાણિ, પરિમલ બાર જોયણું પરિમાંણિ, જઈ પહુતુ વિપ્ર રાય-આવાસિ, મેદ ઘટ મેહિ ધૂય પાસિ. ૧૦૧ સભા વિસરજી સઘલી જામ, રાય અંતરિ પહુતા તમ, આરામશોભા હરખિત થઈ, લાડુ વાત અસંભમ હૂઈ. સવિ રણ રાય બેલાવંતિ, જુગાજુગતિ મેદક આપતિ, નયર માંહિ પરિમલ વિસ્તરિ, લાડૂ વાત વૃદ્ધ બાલક કરિ. ૧૦૩ સસરા પ્રતિ ય પૂછિ ઈમ, “એ મેદક નિપાયા કિમ્મ, સતર ભક્ષ ભજન અા તણિ, એ જમલિ કિમ” રાજા ભણિ. ૧૦૪ રાય રાણી મનિ અતિ ઘણ પ્રીતિ, અવર ના આવિ બીજી ચિત્તિ, એ રાણી મેહનની વેલિ, નાગકુમાર છિ તેહની બેલિ. ૧૦૫ અતિ ઘણ ભગતિ અતિ બહમાંનિ, તુ સસર પહ, નિજ ઠાંણિ, કુશલકથા સવિ પૂછિ નારિ, શ્યામવર્ણ હુઈ ઋદય મઝારિ. ૧૦૬ પહિલું કામ જ કાચું કરું, એણી વારિ હીયડું નવિ ઠરું, અવસર બીજઉ હીયડિ ધરાઈ, તાલપુટ વિષ ફીણું ભરિ. ૧૦૭ લાડૂ ઘટ જિમ મહિલું કરુ, બીજી વાર ફીણી ઈ ભરુ, મારગિ ચાલ્ય હરખિ ભરુ, વડછાયા વીસામું કરુ.
૧૦૮ પુનરપિ નાગિ તિમ જ કદ્ધ, બાપિ જઈ બેટીનિ દદ્ધ, સવિ રાણરાય હર્ષિત હુયા, માંન મહત્વ દીધાં જૂજ ખ|. ૧૦૯ બીજી વાર ફણી કરી, પણ તેહ જ નાવી પાધરી, નવઉ વલી માંડિ પરપંચ, તે રાણી ગર્ભ માસ જ પંચ. ૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org