________________
રાજકીર્તિ કે કાતિઃ ૧૦૩ બહિડાં બીજુ નઈ બકાંણિ, બૂઅબીલિ હવિ ભભિ જાણિ, ભારિંગ ભૂજિ ભીલિમ ભાંગરુ, મમઈ મહૂએ માઈણિ મેગરૂ. ૩૮ મલયગિરી મંડાવી મહિલ, મહારુંખ મીંઢીઆઉલિ, મીંઢલ મરૂઉ નઈ મચકંદ, મયૂરસિખા દીઠઈ આણંદ. રરઈ રતાંજણી નઈ રાલ, રાઈણિ ફલી દીસિ સદાકાલ, લલઈ લીછ અનઈ લીંબૂઈ, લવિંગ ફલિ તે બહૂલી હૂઈ. વવઈ વાયમ અનઈ વિડંગ, વગદુ વણખડુ અતિ ચંગ, વેડસ વંસ વરધારુ વેલિ, વડવૃક્ષ તણી અવર નહી બેલઈ. સસઈ સિબલિ સાગ, સવન સૂયારુખ સિરઘુ તેણિ વનિ, સાલરિ સરસ સેનડી જાઈ, સૂકડિ સરમાં નઈ નવહ સુહાય. સદાફલ રાજડાઉ સરલ, સાંમલમલી સીંદુરીલ તરલ, સરખડી બીજી સરરી, સેહઈ સિણિગિતરઉ વનિ કરી. હહઈ હીંગવૃક્ષ હીંગૂણિ , હરડઈ હલદ હરડૂ જાણિ, હથ્થર હીરણિ હીઆલિ, એ વનસ્પતી ફલઈ અકાલિ. અવર વૃક્ષ તિહાં અછિ ઘણું, નામ ન જાણિ તે જ તણાં, અઢાર ભાર વનસ્પતી બહુ, સાંભલતાં જન રીઝઈ સહુ ૪૫ જિહાં વાવિ સરેવર ઘણું, અછિ ટહૂકા કેઈલિ તણાં, મધૂર સ્વરિ મેરા વિરચંતિ, વિરહણિહીર ખ| વિરહ સાલંતિ. ૪૬ ચિંતામણિ સમ છઈ જે સુખ, ફલ આસ્વાદિ ભાજિ ભૂખ, કંઠ કઢંદર ખયન જે ખાસ, વાત પિત્ત વિષ તણ વિણસ. વંધ્યાનઈ સુત આપિ જેઅ, રાજસુભામન મેહઈ તેહ, વિશ્વમાં કલા જેતલી, ફલ મહિ આવિ તેતલી. ગૌમતીઈ વન માગ્ય૩ ઈસ્યું, નાગકુમારિ દીધ૬ તિર્યું, પહિલા ભવનુ જાણિ નેહ, ત૬ નાગિ વન આપ્યઉ એહ.
વસ્તુ તેણિ અવસર તેણિ અવસર નાગકુમાર, ૌમતીનઈ વન આપીઉં, ઈય નાગ ચરણેહિ લગઉ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org