________________
७८
સમકિત વિચાર
અને નિર્વિચિકિત્સા ગુણોની પ્રસાદિરૂપે વાત્સલ્ય નામના સાતમા ગુણને જન્મ આપી પોષણ આપે છે.
જે મોક્ષમાર્ગ સાધુત્રયનું વત્સલત્વ કરે અહો! ચિખૂતિને વાત્સલ્યયુક્ત, સમકિતદષ્ટ જાણવા.”
(શ્રી સમયસાર ગાથા-૨૩૫) (૪) અસ્તિક્ય એટલે આસ્થા-શ્રદ્ધાવાન. યુક્તિ પ્રમાણથી સિદ્ધ પદાર્થ અગર તત્વ ઉપર આસ્થા-શ્રદ્ધા, આત્મતત્ત્વ ઉપર પારમાર્થિક શ્રદ્ધા, પરમ પવિત્ર વીતરાગદેવને વચને પર શ્રદ્ધા વિગેરે વિગેરે. સુદેવ, સુગુરુ અને સુશ્રુતની શ્રદ્ધા થતાં કુદેવ. કુગુરુ અને કુશ્રુતને અનાદિકાળની માન્યતાઓ દૂર થાય છે અને પરિણામે અમૂઢદષ્ટિ-વિવેકદષ્ટિ-ને જન્મ થાય છે અને તેને વિકાસ થાય છે.
“સમૂહ નહિ જે સર્વ ભાવે, સત્યદષ્ટ ધારતો, તે મૂઢદષ્ટિરહિત, સમકતદષ્ટિ નિશ્ચય જાણવો.”
(શ્રી સમયસાર ગાથા-ર૩ર) વિવેક દષ્ટિને વિકાસ થતાં એક બાજુ ઉત્તરોત્તર આસ્તિકય ભાવને પોષણ આપે છે અને બીજી બાજુ આસ્તિક્ય અને વિવેકદષ્ટિના પ્રસાદ રૂપે પ્રભાવના નામના ગુણને જન્મ થાય છે અને પિષણ મળે છે.
પ્રભાવના ગુણના પરિણામે સમકિતી જ્ઞાનરૂપી રથને ચાલવાના માર્ગમાં ભ્રમણ કરે છે અને જ્ઞાનની પ્રભાવના કરે છે.
ચભૂતિ મન-રપથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો, તે જનજ્ઞાનપ્રભાવક, સંમતિદષ્ટિ જાણવો.”
(શ્રી સમયસાર ગાથા-૨૩૬) ચાર ભાવ (લક્ષણ)ને કારણે સમકિત પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ તે જ ભાવ આઠ અંગ માટે યથાર્થ શક્તિ આપે છે, તેમ જ તે જ ભાવ ક્રમે ક્રમે નિર્મલતા અને અધિક્તાનું પ્રદાન કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org