________________
સમકિતના અંગ
७७
મંદતર, મંદતમ થતું જાય છે અને સાંસારિક સુખના સાધનની પ્રાપ્તિની આકાંક્ષા અલપ થઈ જતાં છેવટે નિઃકાંક્ષાને-બીજો ગુણ સમકિતીમાં પ્રગટ થાય છે.
જે કર્મફળને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતા, ચિભૂતિ તે કાંક્ષા રહિત, સમકિતદષ્ટિ જાણવો.”
(શ્રી સમયસાર ગાથા-૨૩૦) નિઃકાંક્ષાના ગુણને વિકાસ થતાં એક બાજુ ઉત્તરોત્તર સંવેગ ભાવને પિષણ મળે છે અને બીજી બાજુ સવેગ અને નિકાંક્ષાની પ્રસાદીરૂપે સ્થિતિકરણ નામને છઠ્ઠો ગુણ જન્મ લે છે અને પિષણ મેળવે છે.
“ઉન્માગમને સ્વાત્મને પણ માગમાં જે સ્થાપતે, ચિભૂતિ તે સ્થિતિકરણયુક્ત, સમકિતદષ્ટિ જાણવો.”
(શ્રી સમયસાર ગાથા–૨૩૪) (૩) અનુકંપાના ભાવથી સમકિતીનું હૃદય બીજાના દુઃખો જોઈને દ્રવિત થાય છે. સામાન્ય રીતે સમસ્ત સંસારના જીવો પ્રત્યે અને ખાસ કરીને દુ:ખી અને પીડિત છો પ્રત્યે અનુકંપાના ભાવને વિકાસ થતાં સમકિતીને બીજા જે પ્રતિ ગ્લાનિ, ધૃણા, જુગુપ્સા આદિ ભાવ રહેતા જ નથી. પરિણામે તેનામાં નિર્વિચિકિત્સા નામનો ગુણ–ત્રીજો ગુણ–પ્રગટ થાય છે. સમકિતી વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત. સુધા, તૃષા ઉષ્ણાદિ ભાવે પ્રત્યે તથા વિષ્ટા આદિ મલીન દ્રવ્ય પ્રત્યે) જુગુપ્સા (ગ્લાનિ) કરતા નથી કારણ કે તેનામાં સારાનરસાના દ્વૈતભાવનો અભાવ થઈ જાય છે.
સૌ કોઈ ધર્મ વિશે જુગુસાભાવ જે નહિ ધારો, ચિભૂતિ નિર્વચિકિત્સ સમિતિ દષ્ટિ નિશ્ચય જાણશે.”
(શ્રી સમયસાર ગાથા-૨૩૧) નિર્વિચિકિત્સા નામના ગુણને વિકાસ થતાં એક બાજુ ઉત્તરત્તર અનુકંપાના ભાવને પિષણ મળે છે અને બીજી બાજુ અનુકંપા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org