________________
સમકિતના અંગ
७८
જ કરે છે. આ ભાવ સમકિતીને નિરંતર રહે છે, અને પિતાનું વિશિષ્ટ પ્રકારનું વ્યક્તિત્વ ખીલવવામાં સતત પ્રદાન કરે છે અને આખરે સમકિતીનું પૂર્ણ વૈચારિક વ્યક્તિત્વ ખીલે છે.
નિઃશંકા અને નિકાંક્ષા બે પગની માફક સમકિતીને સમતિમાં સ્થિર રાખે છે. નિર્વિચિકિત્સા અને અમૂઢદષ્ટિવ બે હાથની જેમ સમકિતીની સઘળી ક્રિયાઓમાં શુદ્ધિ અને શુચિતા ટકાવી રાખે છે. સ્થિતિકરણ પીઠી માફક મેરૂદંડની ગરજ સારે છે. ઉપમૂહન નિતંબની માફક ક્રિયાઓને શોભાયમાન કરે છે. વક્ષ વાત્સલ્યનું પ્રતિક છે. વાત્સલ્યની ઉત્પત્તિ, સ્થિતિ અને વિકાસ હૃદયની કમળતામાંથી જન્મે છે એ સૌના અનુભવનો વિષય છે. પ્રભાવના મસ્તક માફક છે. પ્રભાવનાના આધારે સમકિતી યથાર્થ ધર્મનું પાલન કરે છે.
આ રીતે સમકિતમાં આ આઠ ગુણો –અંગ–અવયવ અવિનાભાવી હોય છે અને સમકિતીને અભૂતપૂર્વ વ્યક્તિત્વનું પ્રદાન કરે છે.
સમકિત, સમ્યગ્ગદર્શન, પ્રતીતિ, રુચિ. શ્રદ્ધા અને શ્રદ્ધાન– આ બધા પર્યાયવાચક શબ્દો છે. સમકિત અંગી છે-અવયવે છે અને નિઃશંકિત આદિ તેના અંગ-અવયવ છે.
સામાન્ય રીતે સમકિતીને અવિનાભાવે આઠે આઠ અંગ હોય છે, પરંતુ કેઈ કોઈ અંગમાં પોતાના ધાર્મિક જીવનની બાહ્ય વિશેષતાઓને લીધે લોકમાં તે તે રીતે પ્રસિદ્ધિ પામે છે. દા. ત. અંગ
પ્રસિદ્ધ વ્યક્તિ (૧) નિઃશંકા
અંજા શેર (૨) નિઃકાંક્ષા
અનંતમતી રાણી (૩) નિર્વિચિકિત્સા
ઉદ્દાયન રાજા (૪) અમૂઢ દૃષ્ટિ
રેવતી રાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org