________________
૭૪
સમકિત વિચાર
(૪) અમૂઢ દષ્ટિ:
અજ્ઞાન, ભય, સંશય વિગેરે પ્રકારના વિપરીત જ્ઞાનને અભાવ અને યથાર્થ જ્ઞાનને સદ્દભાવ. મૂઢતા રહિત હેય-ઉપાદેયના વિવેકવાળી દષ્ટિ.
સમકિતી ધર્મની દરેક ક્રિયાને વિચારપૂર્વક કરે છે. દેખાદેખી મિથ્યાત્વવર્ધક કે નિરર્થક ક્રિયાઓને ધર્મ માનીને તેઓ તેવી ક્રિયાઓ કરતા નથી. તેઓ શ્રેયમાર્ગ આચરે છે.
નિશ્ચયનયથી આત્માના સ્વરૂપમાં મૂઢતા રહિત અને આત્મબધ સહિત સ્થિર રહેવું તે અમૂઢ દૃષ્ટિ છે. (૫) ઉપગૃહન :
બીજાના ગુણોને વધારવાનો પ્રયાસ કરે તે ઉપગૃહન છે. તે દૃષ્ટિએ સમકિતી સધર્મિઓના સગુણની પ્રશંસા કરે છે. અને તેની અભિવૃદ્ધિ થાય તેવા પ્રયાસ કરે છે. પરિણામે પિતાના ગુણોનો પણ વિકાસ થાય છે. આ ગુણ-દષ્ટિને વિકાસ તે ઉપગૃહન છે.
સમકિતીમાં પ્રમાદ ગુણનો રૂડો ભાવ હોય છે. “ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારુ નૃત્ય કરે” તે પ્રમાદ ગુણ હોય છે. સામી બાજુ પોતાનામાં વિનય ગુણ પણ હોય છે. પરિણામે બીજાના ગુણોની પ્રશંસા અને પોતાના ગુણને ગેપવે, આત્મલાધા ન કરે એવી વિધેયાત્મક અને નિષેધાત્મક દષ્ટિ સમકિતીમાં હોય છે.
નિશ્ચયનયથી સમકિતી આત્મિક સ્વભાવની સ્થિરતામાં લીન રહે છે. પરભાવને ગ્રહણ કરતા નથી-આ ઉપગૃહન છે. (૬) સ્થિતિકરણ :
વ્યવહારનયથી મોક્ષમાર્ગથી ચુત થતા બીજા આત્માને સ્થિર કરે અને નિશ્ચયન થી પોતાના સ્વરૂપથી શ્રુત થતા પોતાના આત્માને સ્વરૂપમાં પાછો સ્થાપે તેને સ્થિતિકરણ ગુણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org