________________
સમતિના અંગ
૭૩
પિતાના આત્મામાં નિર્ભય થઈને રહેવું તે નિશ્ચયનયથી અભયતા છે.
(૪) આચાર્ય હરિભદ્રસુરિજીએ શંકાના બે પ્રકાર-દેશ શંકા અને સર્વશંકા-બતાવ્યા છે. સર્વ જીવ સમાન છે તેવું શાસ્ત્રોમાં કથન છે ત્યારે બીજી બાજુ માં ભવ્ય-અભવ્યના પ્રકાર બતાવ્યા છે તે શા માટે? આવી આવી શંકાઓ ઉઠવી તે દેશશંકા કહેવાય છે. જિનવાણમાં ઘણી વાતે કાલ્પનિક છે તેમ માની લેવું તે સર્વશંકા કહેવાય છે. આવા પ્રકારની શંકા ન લાવવી તે નિઃશંકાને ગુણ કહેવાય છે. (૨) નિ:કાંક્ષા :
ધર્મફળ રૂપે કોઈપણ પ્રકારની ભૌતિક વસ્તુની કામના કે ઈચ્છા કરે નહીં પરંતુ આત્માથે કર્મ-નિર્જરાના હેતુ રૂપે જ ધર્મક્રિયાઓ કરે તે નિ:કાંક્ષાનો ગુણ છે. (૩) નિર્વિચિકિત્સા :
વિચિકિત્સાને અર્થ છે મતિ-વિભ્રમ. ઘણાં લેકે ધર્મક્રિયાઅનુષ્ઠાનાદિ કરતાં હોય છે તેમ છતાં તેમના દિલમાં ફળ સંબંધિ સંદેહ હોય છે. અને પરિણામે તેઓ તેમાં શિથિલ થઈ જાય છે. આ એક પ્રકારનો મતિ-વિભ્રમ છે, જેને વિચિકિત્સા કહેવાય છે. આ સંદેહ ન રાખવો તે નિવિચિકિત્સા છે.
નિશ્ચયનયથી આત્મસ્વરૂપની મગનતામાં સામ્યભાવનું અવલંબન કરે છે તે નિર્વિચિકિત્સા ગુણ છે.
કઈ કઈ આચાર્યોએ નિર્વિચિકિત્સાના બદલે નિર્વિજુગુપ્સાની સંજ્ઞા વાપરી છે. આનો અર્થ એ છે કે મલીનને દેખીને કે મને દેખીને ગ્લાનિભાવ ન હે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org