________________
હર
સમકિત વિચાર
છે. શરીરમાં આવા આઠ અંગ હોય ત્યારે પૂર્ણ શરીર કહેવાય છે. તેમ સમકિતીમાં આવા આઠ વિશિષ્ઠ ગુણો હોય ત્યારે જ જીવને સમકિત પ્રાપ્ત થયું કહેવાય. આ આઠ અંગે નીચે મુજબ છે :
(૧) નિઃશંકા (૨) નિઃકાંક્ષા (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂહ દષ્ટિ (૫) ઉપગૃહન (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના,
આપણે એક પછી એક આ ગુણને ટૂંકમાં વિચાર કરીશું. (૧) નિ:શંકા
(ગ) સર્વજ્ઞ અથવા વીતરાગદેવે વસ્તુ, પદાર્થ, તત્વ ઈત્યાદિ સંબંધિત વીતરાગદર્શનમાં જે ઉપદેશ આપેલ છે. તેમાં કેઈપણ પ્રકારની શંકા ન લાવવી તે નિઃશંકા તેમ વ્યવહારનયથી કહેવાય છે. નિશ્ચયનયથી પિતાના આત્મામાં જે શ્રદ્ધા-ગુણ પ્રગટ થયે છે. તેને દૃઢતાપૂર્વક જાળવી રાખવો અને શંકા રહિત નિઃશંક થઈને રહેવું તે નિઃશંકા છે.
(૨) સામાન્ય સંસારી જીવ ચરિત્રમોહના ઉદયથી ભય ઉદય થાય તેવી પરિસ્થિતિમાં મૂકાય છે, ત્યારે પિતાની શ્રદ્ધામાંથી વિચલિત થઈ જાય છે. સમકિતી આવા સંગમાં વસ્તુસ્વરૂપ વિચારી આત્મબળની તિથી પિતાની શ્રદ્ધામાં અડગ રહે છે, તેને વ્યવહારનયથી નિઃશંકા કહેવાય છે. સામાન્ય રીતે નીચે મુજબના ભયના સાત પ્રકારો અનુભવમાં આવે છે.
(૧) આ લેકનો ભય એટલે કે નિંદાને ભય. (૨) પરલોકને ભય એટલે કે નરકાદિને ભય. (૩) વેદના ભય (૪) અરક્ષા ભય (૫) અગુપ્ત ભય. (૬) મરણ ભય અને (૭) અકસ્માત્ ભય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org