________________
સમકિતના અંગ
જેન આગમગ્રંથોમાં ઉત્તરાધ્યયનસૂત્રને “મૂલસૂત્ર'ના વિભાગમાં મૂકવામાં આવેલ છે. સામાન્ય રીતે મૂલ શબ્દનો અર્થ “મહાવીરના પિતાના શબ્દોમાં જેનો કરે છે. ઉત્તરાધ્યયનસૂત્ર અતિ પ્રાચીન કાળના “શ્રમણકાવ્ય” કહી શકાય તેવા તેજસ્વી સાહિત્યને નમૂનો છે. તેમાં ૩૬ અધ્યયન છે. તેમાં ૨૮માં અધ્યયની ગાથા. ૩૧માં કથન છે કે :નિસૅકિય-નિકકંખિય, નિતિગિચ્છા, અમૂઢદિઠી ય | ઉવગૃહ થિરકરણે, વચ્છલ-પ્રભાવણે અઠ
લગભગ ૧૦-૧૧ સદીના સમયના આચાર્યશ્રી અમૃતચંદ્ર (સર્વશ્રેષ્ઠ દિગંબરાચાર્ય) કુંદકુંદસ્વામિના ગ્રંથના અજઠ ટીકાકાર અને અનેક મૌલિક ગ્રંથના રચયિતા તરીકે પ્રસિદ્ધ છે. તેઓની કૃતિ પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય જૈન સમાજમાં (અને ખાસ કરીને દિગબરી સમાજમાં) શ્રાવકાચારની અતિ લોકપ્રિય અને આદરણીય કૃતિ ગણાય છે. આ કૃતિનું બીજુ નામ “જિનપ્રવચનરહસ્ય કેષ' પણ છે. આ ગ્રંથના શ્લોક ૨૩ થી ૩૦માં આઠ અંગનું સુંદર રીતે વર્ણન કરવામાં આવેલ છે.
અંગ એટલે વિશિષ્ઠ ગુણે અગર આચાર. સમકિત પ્રાપ્ત થતાં સમકિતીમાં જે વિશિષ્ઠ ગુણે પ્રગટ થાય છે તેને અંગ કહે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં આ અંગને આચાર કહ્યો છે. - શરીરના આઠ અંગ-મસ્તક, પેર, પીઠ, કમર, બે હાથ અને બે પગ હોય છે. સમકિતીમાં આઠ વિશિષ્ટ પ્રકારના ગુણ હેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org