________________
७०
સમતિ વિચાર
પાત્ર છું તેમજ બીજાઓ આગળ પણ પિતાની નિંદા કરે છે. જ્યારે બીજા લોકો તેઓની એટલે તેઓના ગુણની પ્રશંસા કરે છે ત્યારે તે પિતાની ખામી તેના સામી આગળ કરે છે અને પિતાના વિદ્યમાન ગુણોનું અભિમાન કરતા નથી.
આવી જ રીતે શ્રીમાન પંડિત બનારસીદાસજીએ સમકિતના આઠ લક્ષણે-આઠ ગુણે નાટક સમયસાર ગ્રંથમાં જુદી રીતે નીચે મુજબ બતાવ્યા છે. (૧) કરુણ (૨) મૈત્રી (૩) સજજનતા (૪) સ્વલઘુતા (૫) સમતા (૬) શ્રદ્ધા (૭) ઉદાસીનતા અને (૮) ધર્માનુરાગ.
આ રીતે કોઈ કઈ આચાર્યો અને પંડિતોએ ઉપરોક્ત પાંચ લક્ષણોને વિસ્તાર કરીને તે જ લક્ષણો જુદી સંજ્ઞાઓથી બતાવ્યા પરંતુ ઉપરોક્ત પાંચ લક્ષણો બતાવવાની પ્રણાલિકા સામાન્ય રીતે જેવામાં આવે છે તેટલો નિર્દેશ કરીને હવે શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય તરફ નજર કરીએ. તેઓશ્રીએ તે “આત્મસિદ્ધિમાં ગાથા ૩૮ અને ૩માં કથન કરેલ છે કે :
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, ૩૮ દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિ જોગમોક્ષમાર્ગ પામે નહી, મટે ન અંતર રોગ. ૩૯
કષાયની ઉપશાંતતા એટલે શમ, માત્ર મોક્ષ અભિલાષ એટલે સંવેગ, ભવે ખેદ એટલે નિર્વેદ, પ્રાણું દયા એટલે અનુકંપા અને ત્યાં આમાર્થ નિવાસ એટલે આરિતક્ય. આ રીતે સમકિતના પાંચે લક્ષણ આ ગાથામાં રૂડા ભાવથી બતાવેલ છે. જ્યાં લગી ઉપરોક્ત ભાવ આવે નહિ, ત્યાં સુધી ભવરોગ મટે નહિ અને સમકિત થાય નહિ. સમકિત પામે નહિં, ત્યાં સુધી મોક્ષ પામે નહિ.
આવા પાંચ રૂડા ભાવો ધરાવનાર સમકિતીને પ્રણામ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org