________________
સમકિતનાં લક્ષણ
પરમ શાંતિમય, નિરુપાધિક આત્માની શુદ્ધ અવસ્થાના પ્રગટિકરણથી અનંત આનંદમય સ્થિતિમાં સ્થિર થવાની પ્રબળ ભાવના સમકિતીને રહે છે અને તે માટે તે પ્રબળ પુરુષાર્થ કરે છે. સંસાર, શરીર અને ભાગવિલાસ પ્રત્યે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને આત્મકલ્યાણની દષ્ટિથી આત્મિક ધર્મ અને તેનાં સાધનો પ્રત્યે અત્યંત પ્રેમ તે સંવેગ છે. સમકિતી આમિક ધર્મના પ્રેમમાં પૂરેપૂરો રંગાયેલ હોય છે. આવા પ્રકારનું “સંવેગ” લક્ષણ સમકિતીમાં હોય છે.
૩. નિર્વેદ નિવેદ એટલે ઉદાસીનતા. સંસારથી ઉદાસીનતા, ભવથી ઉદાસીનતા, સંસારમાંથી છુટવાની ઈચ્છા–તે છે નિર્વેદ. સંસારમાંથી છુટવા જે જે આત્માના ગુણો પ્રાપ્ત કરવાના છે તે પ્રાપ્ત કરવાની, વૈરાગ્ય વધારવાની અને કષાય-નિવૃત્તિ ઉપરાંત વિષયેની આસક્તિ તેમજ અન્ય મોક્ષ-રોધક દોષ છોડવાની પ્રબળ જિજ્ઞાસા. આ સર્વને નિર્વેદ કહેવાય છે.
અજ્ઞાનતાના કારણસર કષાયરૂપ સંસાર મિથ્યાત્વી જીવને મીઠો લાગે છે જ્યારે સમકિતી જીવને કડે અને દુઃખરૂપ લાગે છે. મિથ્યાત્વી જીવને ઈદ્રિયજન્ય વિષયે આશ્રયભૂત જણાય છે, જ્યારે સમકિતી આવા વિષયોથી વિરકત થવાને પુરુષાર્થ કરે છે.
સંસાર અસાર છે, શરીર અપવિત્ર છે, ભોગ અતૃપ્તિકારી અને વિનાશી છે એવી ભાવના સમકિતીને સતત જાગૃત અવસ્થામાં રાખે છે.
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત આંક ૧૩૫ માં કહે છે કે
જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણુ થઈ અરે જીવ ! હવે થોભ-એ છે નિર્વેદ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org