________________
સમકિત વિચાર
નિરાંત, નિઃસ્પૃહતા વિગેરે હોય છે અને ત્યારે જ આત્મસાધના માટે અવકાશ મળે છે અને ક્રમે ક્રમે વિકાસ થતો રહે છે. સમકિતી પિતાની લભમય વિષમ પયાર્ય પલટી સંતોષને મહાગુણ સહજ પ્રાપ્ત કરે છે.
“સંતોષી તે સદા સુખી,
સદા સુધારસ લીન.” સાર એ છે કે શુદ્ધ સ્વભાવી જીવને કલુષિત એટલે કર્મથી મલીન કરે તે કષાય છે. કષ એટલે સંસાર અને આય એટલે આવકજેના કારણે સંસારની ચારે ગતિની આવક થાય તે કષાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચારેય કષાય સંસારવર્ધક છે, કારણ કે તેનાથી આત્માના સ્વાભાવિક ગુણો ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષને ઘાત થાય છે.
કષાય વિષમતાની અપેક્ષાએ ચાર પ્રકારનું છે તેમાં અનંતાનુઅંધિ સૌથી વિશેષ વિષમ છે અને તે સમકિત ગુણને ઘાત કરે છે, એટલે તેના અભાવમાં સમકિત પ્રાપ્ત થાય છે. શમ, ઉપશમ કે પ્રથમ એટલે આવો અભાવ જેમાં ક્રોધાદિ (અનંતાનુબંધી પ્રકારનો) કષાય સમાઈ જાય, ઉદયમાં આવેલ હોય તો મંદતા થાય, અગર વાળી લેવાય તેવી આમદશા હોય અથવા કષાયની અનાદિકાળની વૃત્તિઓ શમાઈ ગઈ હોય તેવી શમની અવસ્થા તે સમકિતનું પ્રથમ લક્ષણ છે.
૨. સંવેગ સંગને અર્થ “માત્ર મિક્ષ અભિલાષ”. ઉત્તમ પ્રકારના દે તથા મનુષ્યના સાતાદનીય સુખને પણ સમકિતી દુઃખરૂપ માને છે. દરેક પ્રકારના સાંસારિક સુખનો પણ ત્યાગ કરવાનું વલણ ધરાવીને માત્ર મોક્ષ અભિલાષ-તે સંવેગ છે. આખરે તો સાંસારિક સુખ પણ અનિત્ય છે અને પરિણામે દુઃખ દેનાર છે. સમકિતી આવા પ્રકારની દૃઢ માન્યતા ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org