________________
સમકિતનાં લક્ષણ થતી જાય છે, અને તેના પ્રતિપક્ષી ક્ષમા, નમ્રતા, સરલતા અને સતિષ–એ ચાર ગુણેને વિકાસ થતો જાય છે. જેટલા પ્રમાણમાં કષાયની મંદતા થાય તેટલા પ્રમાણમાં આત્માને શુદ્ધ ગુણેને વિકાસ થતો જાય છે.
નહિ કષાયની ઉપશાંતના, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, તે મતાથી દુર્ભાગ્ય,
શ્રી આત્મસિદ્ધિ-ગાથા-૩૨ જેના ક્રોધ, માન, માયા અને લોભ પાતળા પડ્યા નથી, જેના અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે નથી, ગુણગ્રાહી થવા માટે જેનામાં સરળતા આવી નથી અને જેનામાં મધ્યસ્થતાના ગુણને વિકાસ થયે નથી તે મતાથી જીવ દુર્ભાગી છે એટલે મોક્ષમાર્ગને પામવા ગ્ય તેનું ભાગ્ય નથી.
આ ક્રોધ : આક્રોશ ઉત્પન્ન કરે એવા બાહા કારણોનો સંગ થવા છતાં ક્રોધભાવને ઉત્પન્ન થવા ન દે અને ક્ષમાને ભાવ રાખે; ક્ષમા એ તો મારો સહજ (મૂળ) સ્વભાવ છે તેમ જ વિચારે. સમકિતી જીવ પ્રત્યે કોઈ વ્યક્તિ અનિષ્ટ વર્તન કરે તો પણ સમકિતી સામેની વ્યક્તિ તરફ ક્રોધ કરે જ નહીં અને તે વખતે તે એમ વિચારે કે આ પ્રકારનું અનિષ્ટ વર્તન તે પિતાના અશુભ કર્મના ઉદયના કારણે છે અને સામી વ્યક્તિ તો માત્ર નિમિત્ત છે તેવા પ્રકારને સત્ય તત્ત્વચિંતનપૂર્વક સમતાભાવ રાખે છે. આ ઉપશમભાવ કે પ્રશમભાવ આવી વ્યક્તિમાં દષ્ટિગોચર થાય છે. આવા પ્રશમભાવ ઉપરાંત જ્ઞાયકભાવમાં સમકિત જીવ આવા અનિષ્ટ સંગમાં પણ આત્મલક્ષી સહજ સ્વભાવમાં જાગૃત રહે છે.
a માન : કષાયને બીજો ભેદ માન છે, અને તેને પ્રતિપક્ષી ગામ તે નમ્રતા કે વિનય છે. સામાન્ય સંસારી વ્યક્તિ નમ્રતા કે વિનય જે આત્માને સ્વાભાવિક ગુણ છે તેનાથી અજ્ઞાત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org