________________
સમકિતનાં લક્ષણ
કાર
---
-અપ
शम सवेगनिवेदानुक पास्तिक्यलक्षणैः । लक्षणैः पचमिः सम्यक् सम्यन्वकमुपलक्ष्यते ॥
(શ્રીમાન હેમચંદ્રાચાર્ય–યોગશાસ્ત્ર, ૨/૧૫)
- વિશુદ્ધ તત્ત્વશ્રદ્ધાનરૂપ આ સમ્યદષ્ટિરૂપ સમકિતની ઓળખાણના પાંચ લક્ષણો જૈનશાસ્ત્રોમાં બતાવવામાં આવેલ છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ સમતિની ઓળખાણના પાંચ લક્ષણે છે.
કષાય એટલે કેધ, માન, માયા અને લોભ. કષાય એ જ સંસાર છે. કષાયની નિવૃત્તિ એ આત્મવિકાસની પારાશીશી છે. આધ્યાત્મિક વિકાસ જૈનદર્શનમાં ગુણસ્થાન દ્વારા બતાવવામાં આવેલ છે અને ગુણસ્થાનનું મંડાણ કષાયની નિવૃત્તિ પર જ મંડાયેલું છે.
યથાર્થ દ્રષ્ટિ પ્રાપ્ત થતાં, વ્યક્તિના વિચાર અને આચારમાં ભારે પરિવર્તન આવે છે. સામાન્ય રીતે સંસારી જીવ કષાયયુક્ત વિચારો કરે છે અને તે વિચારેના આધારે કષાયયુક્ત જીવન
વ્યવહાર કરે છે. સમકિત પ્રાપ્ત થતાં અનંતાનુબંધી કષાયની નિવૃત્તિ થતાં, વ્યક્તિના વિચાર-આચારમાં ભારે પરિવર્તન આવે છે અને ઉપરોક્ત પાંચ ગુણે (લક્ષણ) દષ્ટિગોચર થાય છે.
૧, શમ શમ અગર ઉપશમ એટલે કષાયની મંદતા. કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. આત્મવિકાસમાં કષાયની મંદતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org