________________
૬ ૧
સમકિતના પ્રકારે (ભેદ)
ઉપશમ–સમકિતમાંથી પતિત થઈને પ્રથમ ગુણસ્થાનકે જતાં આ સમકિત પ્રગટ થાય છે. ગેળ અગર અન્ન ખાધા બાદ વમન થાય અને વમન પછી પણ તેને કાંઈક સ્વાદ રહી જાય એવા પ્રકારને સ્વાદ આવા પતિત સમકિતી જીવને રહે છે જેને “સાસ્વાદન સમક્તિ કહેવાય છે.
પાંચ પ્રકારે આ ચાર સમતિમાં વેદક સમક્તિ ઉમેરતાં સમતિના પાંચ પ્રકારે થાય છે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ–મેહનીય, મિશ્ર–મોહનીય અને સમ્યકત્વ–મોહનીયઆ સાત પ્રકૃતિઓ પૈકી પૂર્વની છ પ્રકૃતિઓને સર્વથા ક્ષય કર્યા બાદ સાતમી પ્રકૃતિને ખપાવતાં, જ્યારે તે પ્રકૃતિમાંના છેલ્લા પુદગળને ક્ષય કરવાને બાકી રહે, તે સમયનું સમ્યકત્વ “વેદક સામ્યત્વ કહેવાય છે. ત્યાર.. બાદ તુરત જ ક્ષાયિક સમકિત પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org