________________
સમકિત વિચાર
હોય તે તે સમક્તિ કારક કહેવાય છે. આ ક્રિયા સમક્તિનું કારણ બનવાથી વ્યવહારનયથી કાર્ય-કારણને અભેદ છે એટલે સમ્યકત્વ રૂપ કહેવાય છે.
(૩) દીપક : દવે બીજા ઉપર પ્રકાશ નાખે પણ પિતાની નીચે અંધારું જ રહે તેમ પોતે મિથ્યાદષ્ટિ હોવા છતાં અન્ય ભવ્ય જીવોને ઉપદેશાદિ દ્વારા યથાર્થ માર્ગ તરફ ચિવંત કરે, અન્ય જીવો ઉપર તત્વને યથાર્થ પ્રકાશ પાડે તે જીવનું સમકિત દીપક સમકિત છે. કારણમાં કાર્યના ઉપચારના સિદ્ધાંત મુજબ આને ઉપચારથી સમકિત કહેવાય છે. આવા જ ફક્ત શાસન-ઉન્નતિનું કાર્ય કરે છે.
(દષ્ટાંતે ઃ અંગારમઈકાચાર્ય).
૨. પ્રાથમિક ઉપશમ-સમકિતમાં અનંતાનુબંધી ચારેય કષાયે અને મિથ્યાત્વ મેહનીયની એ પાંચ પ્રકૃતિને ઉપશમ છે જ્યારે ઉપશમ-શ્રેણિના ઉપશમ-સમક્રિતમાં ઉપર્યુક્ત ચાર કષાય તેમજ મિથ્યાત્વ મેહનીચ ઉપરાંત મિશ્ર મોહનીય તેમજ સમ્યક્ત્વ મોહનીય-એને પણ અર્થાત્ સાતેય પ્રકૃતિને ઉપશમ છે.
ક્ષાયિક સમકિતમાં આ સાતેય પ્રકૃતિને ક્ષય છે.
ઔપથમિક સમિતિમાં વર્તતે આત્મા મિથ્યાત્વ મોહનીય કર્મના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એમ પણ વિભાગે કરે છે. ઔપશમિક સમકિતને અંતમુહુર્ત કાળ વીત્યા બાદ ઉપર્યુક્ત આ શુદ્ધ-મિત્ર અને અશુદ્ધ-એ પણ વિભાગમાંથી જે દ્રવ્યને ઉદય થાય તે પ્રકારની જીવની સ્થિતિ થાય છે, અર્થાત્ જે શુદ્ધ દ્રવ્યને ઉદય થાય તો આત્મા “ક્ષાયેષશમિક’ સમકિત પ્રાપ્ત કરે છે.
ચાર પ્રકારે ક્ષાપશમિક, ઔપશમિક અને ક્ષાયિક-એ ત્રણ સમક્તિમાં સાસ્વાદન સમકિત ઉમેરતાં સમકિતના ચાર ભેદે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org