________________
સમકિતના પ્રકારે (ભેદો)
૫૯ (૩) નિસર્ગ અને અધિગમ સમકિત તે ત્રીજો પ્રભેદ છે.
તત્વાર્થસૂત્રમાં સૂત્ર-૨ માં કથન છે કે યથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ તે સમ્યફદર્શન છે. સૂત્ર ૩ માં કથન છે કે સમ્યફદર્શન બે પ્રકારે ઉપજે છે ઃ (૧) નિસર્ગજ અને (૨) અધિગમજ, નિસર્ગજ એટલે કે આત્માના પરિણામ માત્રથી અને અધિગમજ એટલે કે બાહ્ય નિમિત્તથી સમક્તિ ઉત્પન્ન થાય છે.
નદીપાષાણલકના ન્યાયે સહજ સ્કુરણાથી કોઈના પણ ઉપદેશ વગર અગર પ્રત્યક્ષ બાહ્ય નિમિત્ત વિના સમકિત પ્રગટ થાય તે નિસર્ગજ એટલે કે તે જીવના પિતાના જ વિશુદ્ધ પરિણામો વડે. પ્રગટ થાય છે.
પ્રત્યક્ષ ઉપદેશાદિક બાહો નિમિત્તના પરિણામે સમતિ થાય તે અધિગમજ અથવા નૈમિત્તિક કહેવાય છે.
આ ભેદ ઉત્પત્તિની અપેક્ષાએ છે. ઉપશમાદિ સમાન હોય, પરંતુ બાહ્ય કારણને સદ્ભાવ કે અભાવ તે અપેક્ષાએ આ ભેદ છે.
ત્રણ પ્રકારે સમકિતના ત્રણ પ્રકારના બે પ્રભેદ છેઃ ૧ રોચક, કારક અને દીર્ષક સમ્યક્ત્વ અને ૨ લાપશમિક, ઔપથમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ
(૧) શ્રી વીતરાગના વચન ઉપર રુચિ રાખે, ધર્મ કરવાના મને રથ કરે પરંતુ અંતરાય-કર્મને લીધે તે મને રથ પૂરા પાડી શકે નહિ, અનુષ્ઠાને કરી શકે નહિ; તો પણ ધર્મની શુદ્ધ સદુહણાપ્રરુપણ કરે. યમ-નિયમાદિ આચરણમાં ન મૂકી શકવાની સ્થિતિ સાથે સંબંધ ધરાવનારુ સમકિત રેચક સમકિત કહેવાય છે. આ સમક્તિ અવિરત સમકિતી જીવોને હેય છે. દષ્ટાંતે શ્રેણિક નૃપતિને.
(૨) રેચકથી એક પગલું આગળ જીવને કારક સમતિ હોય. છે. યથાર્થ તત્ત્વશ્રદ્ધાન પ્રમાણે આગમ-ઉક્ત શૈલીપૂર્વક યોગ્ય આચરણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org