________________
૫૮
સમકિત વિચાર
છે, જ્યારે પરમાર્થથી પણ સાથોસાથ જાણે ત્યારે ભાવ-સમકિત કહેવાય છે. ભાવ-સમકિતી જીવ પદાર્થોને નય, નિક્ષેપ, સ્વાદ્વાદ ઇત્યાદિ શૈલીપૂર્વક જાણે છે અને તેને વિષે શ્રદ્ધા રાખે છે.
(૨) નિશ્ચય-સમકિત આત્મિકવિકાસથી ઉત્પન્ન થયેલ એક પ્રકારના આત્માના પરિણામરૂપ છે. તે ય માત્રને વિશાળ દષ્ટિકેણથી તાત્વિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિરૂપ છે. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ હોય છે અને તેમાં સમક્તિ વિરોધી પ્રકૃતિનો ઉપશમ-ક્ષપશમ કે ક્ષય હોય છે.
- રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતવ-નિષ્ઠા એ વ્યવહાર સમક્તિ છે. વિપરીત અભિનિવેશરહિત શ્રદ્ધાનને કારણભૂત જે શ્રદ્ધાન હોય છે તેને વ્યવહાર સમકિત કહે છે. અહીં કારણમાં કાર્યને ઉપચાર કર્યો છે. આ ઉપચારનું નામ વ્યવહાર છે.
ચરણનુગની પદ્ધતિમાં પરમાર્થ દેવ-શાસ્ત્ર-ગુરુની વિપરીત અભિનિવેશરહિત શ્રદ્ધાનને નિશ્ચય સમકિત કહે છે જ્યારે પચ્ચીશ દોષ રહિત જે અનુષ્ઠાન પ્રવૃત્તિ કરે છે તેને વ્યવહાર સમિતિ કહેવાય છે. શંકાદિ આઠ દેશે, આંઠ મદ, છ અનાયતન અને ત્રણ મૂહતા–એ રીતે પચ્ચીશ દેને ઉલ્લેખ છે.
દ્રવ્યાનુયેગની પદ્ધતિમાં જીવાદિ સાત તત્ત્વોની વિકલ્પ રહિત શુદ્ધ આત્માની શ્રદ્ધાનને નિશ્ચય-સમતિ કહે છે જ્યારે વિકલ્પ સહિતની સાત તોની શ્રદ્ધાનને વ્યવહાર સમકિત કહે છે.
() અધ્યાત્મમાં જુદી ભાષા વપરાય છે. અધ્યાત્મમાં વીતરાગ અગર સરાગ તેવા બે ભેદ છે. આત્માની વિશુદ્ધ સ્વરૂપલીન અવસ્થાને વીતરાગ કહે છે જ્યારે પ્રશમર્સ વેગ–અનુકંપા અને આસ્તિક્ય-એ ચાર ગુણોની અભિવ્યક્તિની અવસ્થા હોય તેને સરાગ સમતિ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org