________________
સમકિતના પ્રકારો (ભેદો)
શાસ્ત્રોમાં સમકિતના ઘણું પ્રકારે બતાવવામાં આવ્યા છે. સમકિત એક, બે, ત્રણ, ચાર, અને પાંચ પ્રકારનું—એવા અનેક ભેદો છે.
એકવિધ સમકિત તત્વ પર રુચિ તે એકવિધ સમક્તિ છે. જિનેશ્વરેએ પ્રરૂપિત કરેલાં ત પર જે શ્રદ્ધા કરવી તે એક પ્રકારનું સમકિત છે. સકલ દોષરહિત અને સમસ્ત ગુણ સંપન્ન એવા જિનેશ્વરોએ જે તોની પ્રરૂપણ કરી છે તે સત્ય જ છે એવી રુચિરૂપ સમકિત તે આ એક પ્રકારનું સમકિત છે.
અંતઃકરણના શુભ ભાવોથી નવ તને જાણે તે સમકિતી જીવ કહેવાય. જાણપણું તેમજ અંતઃકરણને શુદ્ધ ભાવ-બંને આવશ્યક છે. નવ તત્વ એટલે (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આસવ (૬) બંધ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મોક્ષ–તે પ્રકારે સમજવાનું છે.
બે પ્રકારે સમકિતના બે પ્રકારે ત્રણ રીતે પડે છેઃ (૧) દ્રવ્ય-સમક્તિ અને ભાવ–સમકિત (૨) નિશ્ચય-સમકિત અને વ્યવહાર-સમકિત અને (૩) નિસર્ગ–સમકિત અને અધિગમ-સમકિત.
(૧) શ્રદ્ધાથી નવ તત્ત્વોને સત્ય માને પરંતુ તેને પરમાર્થે સમજે નહિ એવા જીવનું જે સમકિત તેને દ્રવ્ય-સમકિત કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org