________________
જિનવાણીનું સ્વરૂપ
૫૫
| જિનવાણીને અનંત અનંત ભાવ અને ભેદથી ભરેલી કહી છે. ભાવ એટલે પદાર્થ અને ભેદ એટલે પ્રકાર. અનંત પદાર્થના અનંત સ્વરૂપને અનંત પ્રકારે કહેનારી એવી જિનવાણી છે. જિનવાણું અનંત નય અને અનંત નિક્ષેપ વડે પદાર્થના સ્વરૂપને કહેનારી છે, પદાર્થના અનંત સ્વરૂપને જુદી જુદી અપેક્ષાએ કહે તે નય કહેવાય છે. નગમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ મુખ્ય સાત નર્યો છે અને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ મુખ્ય ચા૨ નિક્ષેપ છે. અપેક્ષા પ્રમાણે બીજા ભેદે પડે તેથી અનંત નય અને અનંત નિક્ષેપે કહ્યા છે.
જિનવાણું સર્વ જનું હિત કરનારી છે, મોહને નાશ કરનારી છે, સંસારસાગરથી તારનારી છે અને મોક્ષ પ્રાપ્તિના પુરુષાર્થને પ્રેરનારી છે.
જિનવાણુ સાથે સરખામણી કરવા ગ્ય વસ્તુ જગતમાં છે જ નહીં, એટલે ગ્ય ઉપમા શક્ય નથી; તેમ છતાં કઈ પ્રયત્ન કરે તે તેની પિતાની બુદ્ધિની અલ્પતા જ પ્રગટ થાય.
અજ્ઞાની છ જિનવાણ કેવી ગંભીર છે તેને ખ્યાલ કરી શકતા નથી એટલે કે તે સમજી શકતા નથી. જ્ઞાની જ તેને યથાર્થ રીતે જાણી શકે છે. સમકિતી જી જ જિનવાણીને મહિમા સમજી શકે છે તેવો નિર્દેશ જણાય છે.
આ રીતે ગાગરમાં સાગર ભરી દીધું હોય તેમ ફક્ત આઠ લીટીના પદ્યમાં જિનવાણુના સ્વરૂપને દરેક પડખાથી બતાવી દીધેલ છે.
શ્રી શિવકાટિ આચાર્ય ભગવતીઆરાધના ગાથા ૧૦૧ માં કથન કરે છે કે “હે આત્મન ! આ જિનવાણું રાત્રિદિન ભણવા યોગ્ય છે. આ જિનેન્દ્રનાં વચન પ્રમાણને અનુકૂળ પદાર્થોને કહેનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org