________________
૫૪
સમક્તિ વિચાર
બાળ-જીને આ પ્રકારને ખ્યાલ નહિ હોવાથી તેઓ માટે જિનવાણી સંપૂર્ણ રીતે કાર્યકારી થતી નથી. જિનવાણીનું સ્વરૂપ સમજવામાં આવે તો તે જ જિનવાણી કાર્યકારી થાય છે. તેમ ન બને તો પુણ્ય બંધાય, પરંતુ આત્મજ્ઞાન (ભેદજ્ઞાન)ની પ્રાપ્તિમાં તે કાર્યકારી થઈ શકે નહીં.
જેમ જનામામાં અનેક રકમ જ્યાં ત્યાં લખી છે પણ તેને ખાતામાં બરાબર ખતવણી કરે તો લેણદેણને નિર્ણય થાય તેમ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઉપદેશ, વિવિધ જીવોની અપેક્ષાએ આપેલ છે. તેને સમ્યકજ્ઞાનમાં યથાર્થ પ્રજનપૂર્વક ખતવણું કરી જીવે પિતાને હિત અને અહિતને વિચાર કરવો ઘટે છે. તે પ્રકારનું માર્ગદર્શન શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં ૫. ટોડરમલજીએ પણ આપેલ છે.
શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે કે –
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.”
–શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્રજીએ એક આઠ લીટીના પદ્યમાં જિનવાણનું સ્વરૂપ બહુ સુંદર રીતે બતાવ્યું છે તે પદ્ય નીચે મુજબ છે :
“અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનત ન નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હીતકારિણું, હારિણું મેહ, તારિણી ભવાબ્ધિ, મેક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ અપાઈ મેં માની છે; અહો! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી જાણી જાણી તેણે જાણી છે.”
(મોક્ષમાળા શ્રીમદ્ રાજચંદ્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org