________________
૫૦
''.
સમકિત વિચાર
આત્મામાં પ્રગટે તે અને કરણ એટલે કર્મોની ઉત્તરોત્તર લઘુતા અને મંદતા કરવાના જીવના પરિણામ-ભાવ–આ અપૂર્વકરણ માટે જીવે પિતાને પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. ગ્રંથિભેદ કરવાના આ પ્રબળ પુરુષાર્થને અપૂર્વકરણ કહેવાય છે. આ કરણમાં પ્રર્વતતો સાધક મિથ્યાત્વ મોહનીય કર્મને મિશ્ર મોહનીયપણે પલટી, સમ્યકરવ મોહનીય કર્મમાં પરિણમી શકે છે, અને તે કાળનાં અંત સમય પર્યત (૧) ગુણશ્રેણી નિર્જરા (૨) ગુણ સંક્રમણ (૩) સ્થિતિખંડન અને (૪) અનુભાગ-ખંડન એમ ચાર આવશ્યક રહ્યા કરે છે.
અપૂર્વકરણ કર્યા પછી જીવ અનિવૃત્તિકરણને પામે છે. અનિવૃત્તિકરણ એટલે જીવને સમકિત પ્રાપ્ત કર્યા વગર નિવૃત્ત થવું નથી તેવું કરણ. જીવ સમકિત પ્રાપ્ત કર્યો જ છુટકે કરે તે અનિવૃત્તિકરણ. અપૂર્વકરણમાં મિથ્યાત્વના દળીઆ સંપૂર્ણ નાશ પામતા નથી. જૂના ભેદાય છે, પરંતુ મિથ્યાત્વમેહનીયને વિપાકેદય હજી ચાલુ રહે છે. અનિવૃત્તિકરણમાં જીવ પ્રબળ પુરુષાર્થથી એવી સ્થિતિ પેદા કરે છે કે જેમાં મિથ્યાત્વમેદનીને સર્વથા ઉદય જ ન હોય કે વિપાકેદય પણ ન હોય. આ પરિણામને અનિવૃત્તિકરણ કહેવાય છે. આ વખતે જીવ મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી કષાયોના દલિકેના ઉદયથી રહિત સંસાર પરિભ્રમણમાં પહેલી વાર પામે છે, તે વખતે ગ્રંથિ ભેદ સંપૂર્ણ થાય છે અને સાધક ઉપશમસમક્તિ પ્રાપ્ત કરે છે.
ઉપશમસમકિતની પ્રાપ્તિ વખતે ચિત્ત દેહાભિમાનથી અલગ બની આત્મતિમાં લીન રહે છે અને “દેહાદિથી ભિન્ન હું જ્ઞાનઆનંદને પિંડ છું” એ અભૂતપૂર્વ જ્ઞાનપ્રકાશ આત્મામાં પ્રસરે છે. પરિણામે જીવન અને જગત પ્રત્યેની દષ્ટિમાં અકથ્ય પરિવર્તન આવે છે. આ સમકિતનું ત્રીજુ સે પાન છે.
પ્રથમ સોપાનમાં સ્વરૂપની અનુભૂતિ માટેની ભૂમિકા કમશ સર્જાય છે. કારણમાં કાર્યને ઉપચાર કરી, તે સમકિત છે. બીજા
સામ સોપાન રીજ પાન
Jain' Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org