________________
કરણનગના દષ્ટિકેણથી
૪૯
કષાયની મંદતા થાય તેટલા પ્રમાણમાં આત્માના શુદ્ધ ગુનો વિકાસ થાય. આયુકર્મ છોડીને સાત કર્મોની સ્થિતિ આ લધિમાં ઘટાડતા જાય છે અને આત્માના પરિણામે પામવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ ગ્યતા આવે ત્યારે જીવ ગ્રંથિ ભેદ કરવાની ચોગ્યતા પામે અને પાત્રતા મેળવ્યા પછી ગ્રંથિ ભેદ કરવા તત્પર બને ત્યારે તેને કરણ કહેવાય છે. બીજી રીતે કહીએ તો મેહકર્મ અને કષાયની ઉત્તરોત્તર મંદતાને કરણ કહેવાય છે. આત્માના પરિણામે થવાની ચોગ્યતા પ્રાપ્ત થાય તે પ્રાગ્યલબ્ધિ છે. ત્યારબાદ આત્માના પરિણામે સમકિત-પ્રાપ્તિ યોગ્ય પરિણામોની વિશેષ શુદ્ધિ થવી તે ઉપાદાન–કારણ અને કર્મોની ચોગ્યતા થવી તે નિમિત્ત-કારણ–તે પુરૂષાર્થને કરણ કહેવાય છે.
(૫) આ કરણલબ્ધિના ત્રણ ભેદ છે : અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ.
અધઃકરણનાં સમયે સમયે અનંતગુણ વિશુદ્ધતા થાય, નવીન કર્મબંધની સ્થિતિ ઘટતી જાય, પ્રશસ્ત પ્રકૃતિને અનુભાગ અનંતગુણે વધતા જાય અને અપ્રશસ્ત પ્રકૃતિને અનુભાગ ઘટતો જાય-તે પ્રકારને પુરુષાર્થ હોય છે. અનાદિ કાળથી અજ્ઞાની મિથ્યાત્વી જીવને વળગેલી રાગ-દ્વેષરૂપી ગાંઠને સર્વથા ભેદીને સમક્તિ પ્રાપ્ત કરવાને પુરુષાર્થ અભિપ્રેત છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તે ધર્મ છે. તે લાયે યેગ્ય ધર્મકરણ સાધક કરે છે. પરિણામની વિશેષ શુદ્ધિ અને કર્મસ્થિતિની ઉત્તરોત્તર લઘુતા કરીને સાધક ત્યારબાદ અપૂર્વકરણને પામે છે.
અપૂર્વ એટલે ભવચક્રમાં પરિભ્રમણ કરતાં જીવને આજ સુધીમાં કેઈપણ વખતે-પૂ–જે શુભ અને તીવ્ર આત્મ પરિણામ નથી થયા તેવા સમક્તિ પામવા માટેના અપૂર્વ અધ્યવસા-ભાવ
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org