________________
४२
સમકિત વિચાર
પુરુષાર્થથી, ભેદવાની શકયતાના ચારિત્રલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા ધરાવવી તે સભ્ય દષ્ટિ અને આથી ઉલટું એટલે કે ચેતનતત્વમાં કે ચારિત્ર્યલક્ષી તત્વમાં શ્રદ્ધા ન રાખવી, તે મિશ્યાષ્ટિ. સમ્યગૃષ્ટિ અને મિયાદષ્ટિનો અનુક્રમે તત્વવિષયક શ્રદ્ધા કે અશ્રદ્ધા એ જ અર્થ વિકાસક્રમમાં ફલિત થાય છે.” “આ અર્થ દરેક સંપ્રદાયને ન્યાય આપે છે, અંદરોઅંદરના વિરોધને શમાવી, એક બીજાને નજદીક આણે છે.”
આ સંદર્ભમાં વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થ સૂત્રના સૂત્ર-રનીતત્ત્વાર્થ શ્રદ્ધાનું સમગ્ગદર્શનમ”—ની મૌલિક વ્યાખ્યા કલ્યાણકારી છે. આ વ્યાખ્યામાં કઈ એક ફિરકાની બાહ્ય આચારવિચારની વાત જ નથી. એક બીજા કિરકા વિષે કટુતા કે કડવાશ થાય તેવી કઈ વાતને સ્પર્શ જ નથી. આધ્યાત્મિક અને ચારિત્રલક્ષી તામાં જ શ્રદ્ધા ધરાવવાની જ વાત છે. અગાઉ આપણે એ પણ જોયું કે આ વ્યાખ્યા આગમઆધારિત છે. આ વ્યાખ્યા અને આપણે અગાઉ સવિસ્તર વિચારણા પણ કરી છે.
તત્ત્વાર્થશ્રદ્ધાનનું પ્રયોજન એ છે કે સાધક તને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું શ્રદ્ધાન કરી, મેક્ષમાર્ગમાં પ્રવર્તે. આ પ્રયજન સિદ્ધ કરવા માટે સ્વ-પર ભિન્નતાનું શ્રદ્ધાન જરૂરી જણાયું, કારણ કે જીવ-અજીવના શ્રદ્ધાનનું પ્રયોજન તો સ્વ–પરનું ભિન્ન શ્રદ્ધાન કરવું એ છે. સવ-પરની ભિન્નતાનું શ્રદ્ધાન થતાં, પરદ્રવ્યમાં રાગાદિક ન કરવાનું અને સ્વરૂપનું શ્રદ્ધાન કરવાનું બને છે. આ રીતે સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રજન તો તત્ત્વાર્થ શ્રદ્ધાનનું પ્રયજન સિદ્ધ કરવાનું છે અને તે એ કે પિતાને પિતારૂપ જાણો. આ ભેદવિજ્ઞાન કહેવાય છે.
પિતાને પિતારૂપ જાણતાં, પરનો પણ વિક૫ કાર્યકારી નથી એવા મૂળભૂત પ્રજનની પ્રધાનતા જાણી, જ્ઞાનિઓએ આત્મશ્રદ્ધાનને પણ પ્રધાનતા આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org