________________
૪૧
સમતિની વ્યાખ્યાઓને અથ-વિકાસ ભાવસૂચક શબ્દનું તેમજ ગુરુ જેવા શબ્દનું સ્થળ અને લૌકિક અર્થઘટન થતાં, સંકુચિતતા જન્મી અને કડવાશ વધતી ગઈ.
સમકિત અને મિથ્યાદષ્ટિ જેવા આધ્યાત્મિક અને પારમાર્થિક અર્થના સૂચક શબ્દના પ્રાથમિક, સ્થળ અને કામચલાઉ અર્થોને વિકાસ અંગેના નિબંધમાં પંડિતવર્ય સુખલાલજી કથન કરે છે કે “ભગવાન મહાવીર બાદ લગભગ આઠમા-નવમા સૈકામાં થયેલ દેવવાચક આચાર્યું જોયું કે સાધારણ લોકે સમ્યગૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ શબ્દના પ્રાથમિક અર્થની સમજણના લીધે એમ ધારી બેઠાં છે કે જેનેતર ગણાતું શ્રુત મિથ્યાશ્રુત છે અને તેનો અભ્યાસ કે પરિશીલન મિશ્ચાદષ્ટિ કહેવાય, ત્યારે તેમણે શ્રુતપરંપરા અને સમજણના વિકાસને રૂંધાતો અટકાવવા સ્પષ્ટપણે કહ્યું કે જેનેતર શ્રુત જ મિચા છે અને જેનશ્રુત જ સમ્યફ છે એમ નથી. પણ દષ્ટિ સાચી અને સમ્યક હોય તો જેન કે જેનેતર ગમે તે શ્રુત સમ્યફ-સાચું હોઈ શકે અને જો દષ્ટિ જ મૂળમાં વિપરીત હોય તો જેના કહેવાતું શ્રુત પણ મિથ્યાશ્રુત હોઈ શકે. આ રીતે તેમણે એ જમાનામાં જૈન પરંપરાને એવી શીખ આપી કે તે સંકુચિતતામાંથી મુક્ત બને. તેને પરિણામે અનેક ઉત્તરવત આચાર્યો અને વિદ્વાને એવા પાક્યા કે જેમણે જેનશ્રુતને ભાષા, વિચાર અને તાત્પર્ય થી અનેકઘા વિકસાવ્યું. દેવવાચક પેઠે આચાર્ય હરિભદ્ર યોગદષ્ટિસમુચ્ચય'માં બીજી રીતે પણ સમ્યગદષ્ટિ શબ્દના અર્થમાં વિકાસ સૂચવ્યું. તેમણે કહ્યું કે બુદ્ધ, કપિલ, જિન આદિની વાણી અને શૈલી ભલે જુદી જુદી હોય, પણ છેવટે બધા કલ્યાણવાદી હોવાથી સર્વજ્ઞ છે. સમ્યગુદષ્ટિ શબ્દના શરૂઆતમાં ગ્રહણ કરાતા અર્થના વિકાસમાં આ કાંઈ જેવી તેવી ફાળ નથી.”
અર્થવિકાસનું પહેલું પગથિયું એટલે જીવમાત્રમાં ચેતનતત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી તેમજ એવી શ્રદ્ધાને પરિણામે ચેતન ઉપરનાં અજ્ઞાન તેમજ રાગદ્વેષાદિ આવરણોને, ચારિત્રના સમ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org