________________
સમકિત વિચાર સમય જતાં પરિસ્થિતિ બદલાય છે. વખત સાથે વસ્તુસ્થિતિ બદલાય છે. તે સમયમાં પણ તર્કને અભાવ ન હતા, પરંતુ તર્કનું ગૌણત્વ હતું. તપસ્યાકાળનો પૂર્વ સહચર ગોશાલક અને પિતાને જામાતા જમાલી મહાવીર સાથે તર્કનું યુદ્ધ કરે છે એવા દાખલાઓ હેવા છતાં એ સમયમાં આવા દાખલાઓ જવલ્લેજ બનતા હતા. એ રીતે તે યુગ તર્કના ગણત્વવાળો અને શ્રદ્ધાની પ્રધાનતાવાળો સુવર્ણયુગ હતો.
ત્યાર પછીના સમયમાં દેવી-વૃત્તિઓ અદશ્ય થઈ ગઈ, શ્રદ્ધા ગૌણ થઈ ગઈ. સહિષ્ણુતાનો અભાવ થઈ ગયે અને તર્કનું સામ્રાજ્ય વિસ્તાર પામતું ગયું. આ રીતે વસ્તુસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ.
પલટાયેલ સમયમાં સમકિતની કથાનુગની પ્રાથમિક વ્યાખ્યાને હાર્દ ભૂલાતે ગયો અને તેના લૌકિક અને સ્થૂળ અર્થને વિસ્તાર વધતો ગયો. આધ્યાત્મિક અને પારમાર્થિક દષ્ટિને લય થતો ગયે. જેન-મતવાદીઓ જૈનેતર શ્રુતને મિથ્યાશ્રુત માનવા લાગ્યા અને જેન–જેનેતર વચ્ચે સંકુચિતતાની દીવાલ ઉભી થવા લાગી. પરિસ્થિતિ વણસતી ગઈ. જેનમતમાં એક બાજુ જેન–પરંપરાના મેટા-નાના ફિરકીઓ વધતા ગયા અને બીજી બાજુ સમકિતની વ્યાખ્યા ટૂંકી થતી ગઈ અને વ્યાખ્યાની સ્થૂળતા વધતી ગઈ. પરિણામે, જૈનપરંપરાના જુદા જુદા ફિરકા વચ્ચે એક બીજાના શાસ્ત્ર અને આચારવિચાર વિષે એક બીજા કડવાશ સેવવા લાગ્યા. બીજાને ઉતારી પાડી, પિતાના ફિરકાના ગુરુ અને શાસ્ત્રનું અભિમાન કરવાની વૃત્તિ વિકાસ પામતી ગઈ. એ રીતે જિનમતના જ જેન–પરંપરાનાજ જુદા જુદા ફિરકાઓ વચ્ચે કડવાશ જન્મી અને વધતી ગઈ - જૈનદર્શનના પાયામાં અનેકાંત અને અહિંસા, સામ્યતા અને સહિષ્ણુતા, વિશ્વપ્રેમ અને વાત્સલ્યભાવ, મૈત્રી અને અનુકંપાના ભાવ, વિગેરે ઉત્તમ ભાવે રહેલા છે, તે જ મતના જુદા જુદા ફિરકાઓના અનુયાયીઓમાં સમકિત જેવા આધ્યાત્મિક અને પારમાર્થિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org