________________
સમકિતની વ્યાખ્યાઓને
અર્થ—વિકાસ
કથાનુગ તેમજ દ્રવ્યાનુયેગની સમિતિની વ્યાખ્યા સંબંધી આપણે વિચારણા કરી. તે અંગે હવે અવલોકનરૂપે થાડી વિચારણા કરીએ.
વિક્રમ પહેલાંના પાંચમા અને છઠ્ઠ એ બે સૈકાને સમય સુવર્ણયુગ હતો, તેમ ઈતિહાસકારો કહે છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના સમયમાં તત્વચિંતન અને આત્મદર્શન, તપસ્યા અને ત્યાગ, ચિત્તશાધન અને સામાજિક મંત્રીભાવ માટેનું વાતાવરણ શુભ ભાવનાઓથી ભરેલું હતું. તે વાતાવરણના પ્રતાપે લેકેના હદયમાં દેવી વૃત્તિઓ વેગવાન હતી. પરિણામે શ્રદ્ધા અને મેધાનું વાતાવરણ હતું, અને સામી બાજુ તર્કવાદનું ગૌણત્વ હતું.
જેના આગમના કથન મુજબ તપસ્વી અને ત્યાગમૂર્તિ જ્ઞાતપુત્ર મહાવીર પાસે ઇન્દ્રભૂતિ આદિ અનેક બ્રાહ્મણે પ્રતિસ્પર્ધા છેડી, મહાવીરસ્વામીનું શિષ્યત્વ સ્વીકારે છે. સિદ્ધાર્થ ગૌતમ પાસે પુરેહિતના પુત્રે જઈને બુદ્ધનું શરણ સ્વીકારે છે. તે સમયમાં ગુરુશિષ્યભાવનું અને શ્રદ્ધાનું વાતાવરણ જામેલું હતું તેમ ઈતિહાસકારે કહે છે. અગમ અને પિટકાની વર્ણનશૈલી જ શ્રદ્ધા અને વિનયભાવથી પૂર્ણ જણાય છે.
ભગવાન મહાવીર અને બુદ્ધ જેવા શ્રદ્ધેય, પ્રજા શ્રદ્ધાળુ અને દેવી-વૃત્તિની પ્રધાનતાના સમયમાં કથાનુયોગની સમકિતની વ્યાખ્યા કાર્યકારી નિવડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org