________________
૩૮
સમકિત વિચાર
આત્મા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવી છે. રેચ પદાર્થને દેખતી વખતે જ ગમો-અણગમે સામાન્ય રીતે મનુષ્યને થાય છે. તેનું કારણ રાગદ્વેષ છે. ગમો-અણગમે નવા રાગદ્વેષનું નિર્માણ કરે છે. પ્રથમ દષ્ટિએ જ્ઞાયકભાવ અને રાગાદિ ભાવ બંને એક પર્યાયમાં વર્તતા હોવાથી એકમેક લાગે છે; પરંતુ જ્ઞાયકભાવ તે આત્માને સ્વભાવ છે અને રાગાદિભાવ તે વિકાર છે; બંને પોતપોતાના સ્વ લક્ષણોમાં ભિન્ન ભિન્ન છે એમ લક્ષણભેદ વડે તેમને જુદા ઓળખીને સૂક્ષ્મ અંતરસંધિમાં પ્રજ્ઞા (સમ્યગૂજ્ઞાન) વડે જુદા પાડી શકાય છે. હું જ્ઞાનસ્વભાવી રાગને કરનાર નથી પરંતુ રાગને જાણનાર છું એમ બધી તરફથી ભિન્નપણું જાણુને અર્થાત્ મોહને અભાવ કરીને, જ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવાથી રાગનું લક્ષ છૂટી જાય છે. આ રીતે સમ્યગૂજ્ઞાનરૂપી પ્રજ્ઞા છીણીથી ભેદવિજ્ઞાન થાય છે.
“જીવ બંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; પ્રજ્ઞાછીણું થકી છેદતાં, બંને જુદા પડી જાય છે.”
(સમયસાર ગા.૨૦૪) ભેદ વિજ્ઞાનના પરિણામે પિતાના સ્વભાવની પ્રતીત, જ્ઞાન અને અનુભવમાં વર્તે અને પિતાના ભાવમાં પોતાની વૃત્તિ વહે ત્યારે તે પરમાર્થ સમક્તિ છે.
વતે નિજ સ્વભાવને અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.”
(આત્મસિદ્ધિ-ગા. ૧૧૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org