________________
સમક્તિની વ્યાખ્યાઓના અથ-વિકાસ
આ રીતે તત્ત્વાર્થી શ્રદ્ધાનમાં ભેદવિજ્ઞાન, સ્વ-પરનું શ્રદ્ધાન અને આત્મશ્રદ્ધાન અંતર્ગત ગર્ભિત છે.
જ્યારે મિથ્યાત્વકમના ઉપશમાદ્ઘિ થાય છે ત્યારે જ વિપરીત અભિનિવેશને અભાવ થાય છે એટલે વિપરીત-અભિનિવેશ-રહિત જીવાદિ તત્ત્વાર્થીનું શ્રદ્ધાન સમકિત છે.
૪૩
પંડિતવયં સુખલાલજી કથન કરે છે કે “તત્ત્વશ્રદ્ધા એ સમ્યગ્દૃષ્ટિ હાય તા પણ તે અર્થ છેવટને નથી. છેવટના અર્થ તેા તત્ત્વસાક્ષાત્કાર છે. તત્ત્વશ્રદ્ધા એ તત્ત્વસાક્ષાત્કારનું એક સેાપાન માત્ર છે. જ્યારે એ સેાપાન દેઢ હોય ત્યારે જ યથાચિત પુરુષાર્થથી તત્ત્વને સાક્ષાત્કાર થાય છે; એટલે કે સાધક જીવમાત્રમાં ચેતનતત્ત્વને સમાનભાવે અનુભવે છે અને ચારિત્રલક્ષી તત્ત્વા માત્ર શ્રદ્ધાનેા વિષય ન રહેતાં, જીવનમાં વણાઈ જાય છે, એકરસ થઈ જાય છે. આનું જ નામ તત્ત્વસાક્ષાત્કાર અને એ જ સભ્યશૂષ્ટિ શબ્દના અંતિમ તેમજ એક માત્ર અર્થ . આ અંતિમ અર્થમાં તત્ત્વશ્રદ્ધાપ પહેલાના અર્થ તા સમાઈ જ જાય છે, કેમકે જ્યારે તવસાક્ષાત્કાર થાય ત્યારે શ્રદ્ધા તા જીવંત બને છે.”
“આ રીતે તત્ત્વસાક્ષાત્કાર એ સમ્યગૂષ્ટિ શબ્દના અંતિમ અને મુખ્ય અર્થ છે, આ અર્થ જેણે જીવનમાં સિદ્ધ કર્યાં હોય તે જ ખરા સિદ્ધ, યુદ્ધ કે સંત છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org