________________
૨૬
સમકિત વિચાર
જડને તન્ય બંને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે અને જેને સમજાય છે, વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પદ્રવ્યમાંય છે.
(શ્રીમદ્ રાજચંદ્ર–જડ ને ચૈતન્ય) આ પ્રકારનું બીજુ પ્રેરક પદ્ય આત્મસિદ્ધિશાસ્ત્રમાં આવે છે,
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહી, જાણે કાળી દ્રયભાવ (ગા. ૫૭)
જેને જાણવાનો સ્વભાવ નથી તે જડ અને સદાય જ્ઞાન કરવાના સ્વભાવવાળે આત્મ-તે બંનેને કેવળ ભિન્ન સ્વભાવ છે. તે બંને કદીપણ એકપણું પામે નહીં, એ હેતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે.
વળી, તેઓશ્રી વ્યાખ્યાન સાર રન અંક ૧૧માં કથન કરે છે કે “દેહ અને આત્માને ભેદ પાડવો તે ભેદજ્ઞાન; જ્ઞાનીને તે જાપ છે, તે જાપથી દેહ અને આમાં જુદા પાડી શકે છે, તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે, જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને, પ્રયાગી દ્રવ્યથી જુદું પડી, સ્વધર્મમાં આવે છે.”
ભેદ વિજ્ઞાનને આવો મહિમા છે. તત્ત્વચિંતનમાં ભેદવિજ્ઞાન સામાન્ય રીતે ગર્ભિત રહેલું હોય છે.
શ્રી કુંદકુંદાચાર્ય દર્શન પાહુડની ગાથા. ૨૦માં કથન કરેલ છે કે “જીવાદિ તત્તનું શ્રદ્ધાન કરવું તે વ્યવહારનયથી સમ્યગદર્શન છે.”
શ્રી ગેન્દ્રદેવ શ્રીગસારમાં ગાથા રૂપમાં કહે છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org