________________
દ્રવ્યાનુયોગના દૃષ્ટિકોણથી
૩૫
કારણ-કાર્યનું જ્ઞાન સંવર-નિર્જરા તત્વ સમજવાથી થાય છે. જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે અવસ્થા તે મોક્ષની સમજને વિષય છે.
એકલી તત્ત્વની શ્રદ્ધા એટલે તત્ત્વશ્રદ્ધા કાર્યકારી નથી પરંતુ તત્વાર્થ શ્રદ્ધા એટલે તવ અને અર્થ-બંનેની શ્રદ્ધા જરૂરી છે. જીવાદિ પદાર્થોને તત્ત્વ તરીકે માનવાં એટલું પૂરતું નથી પરંતુ તે ઉપરાંત જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપે માનવા અને શ્રદ્ધવાઅન્યથા શ્રદ્ધા ન કરવી તે પણ જરૂરી છે.
મહાવીર સ્વામીને પોતાની જ વાણમાં ઉત્તરાધ્યયનસૂત્રમાં અંતિમ ઉપદેશ મળે છે. તે સૂત્રના અધ્યયન ૨૮ની ગાથા ૧૪ અને ૧૫માં કથન છે તેનું ગુજરાતી ભાષાંતર નીચે મુજબ છે.
“જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિજ રા અને મોક્ષ-આ નવ તત્ત્વ છે. તત્ત્વ એટલે વસ્તુ(પદાર્થ)ના સ્વભાવનું યથાતથ્ય અર્થાત્ જેવું છે તેવું જ નિરૂપણ કરવું તે. આ તત્વોના ભાવોની પોતાના સહજ સ્વભાવથી કે બીજાના ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેને સમક્તિ કહ્યું છે.”
ઉપરોક્ત નવ પદાર્થમાં જીવ અને અજીવ-એ બે મૌલિક તત્ત્વ છે. આ બંનેને સ્વભાવ ભિન્ન છે. જીવ (આત્મા) ચેતન, અજર, અમર, અવિનાશી અને પ્રવ તત્ત્વ છે, જ્યારે અજીવ (પુગલ) અચેતન છે. આ રીતે જીવ અને અજીવ પ્રતિપક્ષી છે. જીવનું તત્ત્વ સમજવા માટે તેના પ્રતિપક્ષી અજીવ (પુદ્ગલ)નું તત્ત્વ સમજવાનું છે. જીવ તત્વની મુખ્યતા છે. એ મુખ્યતા સમજવા માટે તેના પ્રતિપક્ષી અજીવ (પુદ્ગલ)ને ચારે બાજુથી સમજવાનું જરૂરી છે.
આવા શરીરાદિ જડ (અજીવ)થી ઉદાસીન થઈને જીવ(આત્મા)માં પ્રવર્તતા શ્રીમદ્ રાજચંદ્રના પ્રેરક પડ્યો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org