________________
.
દ્રવ્યાનુયેાગના દષ્ટિકાણથી
જીવ-તત્ત્વ કયા કહાં રહા હૈ. અજીવ ક્તિને રહેં કહાં, પાપ રહા ક્યા પુણ્ય રહ્યા કયા, અધ મેાક્ષ કયા રહે કહાં; ઇન સબકા દ્રવ્યાનુયાનમય દ્વીપ પ્રકાશિત કરતા હુ, મુલ-ભૂત જિત-શ્રુત વિદ્યા કા પ્રકાશ લેકર જલતા હૈ.
3
દ્રવ્યાનુયાગના દૃષ્ટિકોણવાળા ગ્રંથ-સમુદાયે સમકિતના સ્વરૂપની જે શૈલીથી વિચારણા કરી છે અને જે કથન-પદ્ધતિ અખત્યાર કરી છે તે અંગે ટૂંકમાં વિચારણા કરીએ.
(રત્નકર ́ડક શ્રાવકાચારી ગાથા-૪૬, હિંદી પદ્યાનુવાદ આચાય શ્રીવિદ્યાસાગરજી મહારાજ)
આ ગ્રંથ-સમુદાયમાંથી આચાર્ય શ્રી ઉમાસ્વાતિ રચિત ‘તત્ત્વાર્થસૂત્ર’ ગ્રંથના પ્રથમ આધાર લઈએ. જૈન સમાજમાં આ ગ્રંથ અત્યંત આદરણીય અને પ્રસિદ્ધ છે. જૈન આગમા અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે. આ ગ્રંથની ભાષા સંસ્કૃત છે. સસ્કૃત ભાષામાં આ ગ્રંથ સર્વ પ્રથમ લખાયેલ છે, તેવી માન્યતા છે.
આ ગ્રંથમાં જૈનદર્શનના પાયાના સિદ્ધાંતાની આગમને આધારે આધારભૂત પ્રરૂપણા છે. આ ગ્રંથ ઉપર શ્રી શ્વેતાંબરમતે આચાય ઉમાસ્વાતિ સ્વામીએ ભાષ્યની રચના કરી છે અને પછી આચાર્ય શ્રી પૂજ્યપાદસ્વામી, શ્રી અકલકસ્વામી, શ્રી વિદ્યાન'દસ્વામી જેવા સમર્થ આચાર્ચીએ વિસ્તૃત ટીકા-ગ્ર ંથની રચના કરી છે. શ્રી સર્વા; સિદ્ધિ, રાજવાર્તિક, શ્લેાકવાર્તિક, અપ્રકાશિકા આદિ ગ્રંથ આ શાસ્ત્ર-ગ્રંથ ઉપરના ટીકા-ગ્રથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org