________________
કથાનુગાના દષ્ટિકોણથી
૩૧
કથાનુગમાં આ અંગે કથા દ્વારા વિકસાવવાનો પ્રયાસ છે. ઉદાહરણ રૂપે અંજન ચેરની કથા દ્વારા નિઃશંકાને ગુણ, અનંતમતીની કથા દ્વારા નિકાંક્ષાને ગુણ, ઉદ્દાયન રાજાની કથા દ્વારા નિર્વિચિકિત્સાનો ગુણ, રેવતી રાણીની કથા દ્વારા અમૂઢદ્રષ્ટિને ગુણ, જિનેન્દ્રભક્ત શેઠની કથા દ્વારા ઉપગૃહનને ગુણ, વારિણની કથા દ્વારા સ્થિતિકરણનો ગુણ, વિષ્ણુકુમાર મુનિની કથા દ્વારા વાત્સલ્યનો ગુણ અને વા કુમાર મુનિની કથા દ્વારા પ્રભાવનાને ગુણ–તે પ્રકારે આ ગુણ ફલિત કરવાનો બાળજીવને કથાના માધ્યમથી ઉપદેશ આપવામાં આવે છે. કથાનું ફળ મર્યાદિત હોય છે, પરંતુ પાત્ર બાળ-જીવ હોવાથી મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન છે. શ્રોતા સંસારમાંથી પાછો ફરવાનું અને મોક્ષમાર્ગ અપનાવવાને અભિલાષી બને, શ્રોતામાં જીવનની દિશા બદલાવવાના ભાવ જાગે, જીવનના મૂલ્યાંકન બદલાય અને પ્રજનભૂત જિજ્ઞાસાને વિકાસ થાય તે મોક્ષમાર્ગ પ્રથમ સોપાન છે અને એ જ કથાનુયોગની યથાર્થતા છે.
રત્નકરંડક શ્રાવકાચારની ગાથા ૪૩ માં કથાનુયોગ અને ગાથા ૪૫ માં ચરણનુયોગના લક્ષણ અને મહિમા બતાવેલ છે. હિંદીમાં તેને પદ્યાનુવાદ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે કરેલ છે તે ગુજરાતી લિપિમાં નીચે મુજબ છે :
મહાપુરુષની કથા, શલાકા–પુરુષ કી જીવન ગાથા, ગાતા જાતા બોધિ વિધાતા, સમાધિ-નિધિ કાં હે દાતાર વહી રહા પ્રથમાનુયોગ, હે પરમ-પુણ્ય કા કારક હે, સમીચીન શુચિ બોધ કહું ૨૯, રહા ભવાદ તારક હૈ.
(ગાથા ૪૩) સાગર કા અનગર કા ચરિત સુખદ હિ પાવન હે, જિસકે ઉદ્દભવ રક્ષણ વધન મેં બાહર જે સાધન હે; વહી રહા ચરણનુયોગ હું પૂર્ણ-જ્ઞાન ય બતા રહા, ઉસકા અવલોકન કર લે તૂ, સમય વૃથા કયો બિતા રહા,
(ગાથા ૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org